રિલાયન્સ Jio કરશે ફરી મોટો ધમાકો, કંપનીનો 2018 માટેનો ખાસ માસ્ટર પ્લાન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિલાયન્સ Jio કરશે ફરી મોટો ધમાકો, કંપનીનો 2018 માટેનો ખાસ માસ્ટર પ્લાન

રિલાયન્સ Jio કરશે ફરી મોટો ધમાકો, કંપનીનો 2018 માટેનો ખાસ માસ્ટર પ્લાન

 | 11:22 am IST

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં દરરોજ નવા આયામ પ્રાપ્ત કરનાર જિયો હવે 2018ની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તેને પ્લાન તૈયાર કરી લીધો છે. આવતા વર્ષે જિયો પોતાના વર્ચુઅલ રિઅલટી (VR) એપ બનાવશે. તેને 2018માં લૉન્ચ કરી શકે છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે. એપલ, ગૂગલ, સેમસંગ, હવાઇ અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં સૌથી મોટી વસ્તુ હશે. હવે રિલાયન્સ જિયો એ પણ તેના ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પોતાના આ પ્લાનને પૂરો કરવા માટે જિયોની તરફથી બે ટોપ એક્ઝિક્યુટિવ્સે બર્મિગહમ સિટી યુનિવર્સિટીની મુલાકાત કરી. આપને જણાવી દઇએ કે આ યુનિવર્સિટીમાં વર્ચુઅલ રિઆલિટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે.

શું છે જિયોની તૈયારી
જિયોની તૈયારી છે કે તેઓ યુનિવર્સિટી એક્સપર્ટસની સાથે પાર્ટનરશીપ કરીને એપ લોન્ચ કરે. આ એપને લોન્ચ કરવા માટે યુનિવર્સિટીના સ્ટુડન્ટસની મદદ લેશે. તેઓ ટેકનોલોજી પર કામ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે વર્યુઅલ રિઅલટી એવી ટેકનોલોજી છે જે વર્ચુઅલ છે, પરંતુ લાગે અસલી છે. તેને તમે ડિજિટલ રિઅલટી પણ કહી શકો છો. તેમાં 360 ડિગ્રી વિઝયુલ મળે છે. જેમાં એવો માહોલ દેખાડાય છે જે રિઆલિટી જેવો લાગે છે.

જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટે ઓફર
તદઉપરાંત રિલાયન્સ જિયોએ પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે નવી ઓફરની જાહેરાત કરી છે. આ કેશબેક ઓફર છે અને આ જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટે છે. કંપનીના મતે 399 રૂપિયા કે તેનાથી વધુના દરેક રિચાર્જ પર ગ્રાહકને 2599 રૂપિયા સુધીનું કેશબેક અપાશે.

300 રૂપિયાનું ઇંસ્ટન્ટ કેશબેક
રિલાયન્સ જિયો 399 રૂપિયા કે તેનાથી વધુના દરેક રિચાર્જ પર 400 રૂપિયાનું કેશબેક વાઉચર આપશે. આ સિવાય રિલાયન્સ જિયોએ ડિજિટલ વોલેટની સાથે પાર્ટનરશીપ કરી છે. તેના અંતર્ગત દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધીનું ઇંસ્ટન્ટ કેશબેક અપાશે.

રિલાયન્સ જિયોએ આ કેશબેક ઓફર માટે લીડિંગ ઇ-કૉમર્સ કંપનીઓની સાથે પણ પાર્ટનરીશપની છે, તેના અંતર્ગત રિચાર્જ પર 1899 રૂપિયાનું કેશબેક વાઉચર અપાશે. પાર્ટનર વોલેટમાં અમેઝોન પે, પેટીએમ, મોબિક્વિક, ફોન પે, એક્સિસ પે, અને ફીચાર્જ સામેલ છે જ્યાંથી તમે કેશબેક લઇ શકો છો.

વાઉચર થશે રીડીમ
આ સિવાય રિલાયન્સ જિયો સ્પેશ્યલ વાઉચર દ્વારા ઇ-કૉમર્સ પાર્ટનર્સ જેવાં કે એજિયો, યાત્રા ડૉટ કૉમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રીડીમ કરી શકે છે. જિયો પ્રાઇમ કસ્ટમર્સને યાત્રા ડૉટ કૉમ દ્વારા બુક કરાયેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર 1000 રૂપિયા ઓફ મળશે. જો કે એક બાજુની યાત્રા માટે માત્ર 500 રૂપિયાનું ડિસ્કાન્ટ આપશે.