jio prime membership એક વર્ષ સુધી થયું ફ્રી, આ રીતે ઉઠાવો લાભ... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • jio prime membership એક વર્ષ સુધી થયું ફ્રી, આ રીતે ઉઠાવો લાભ…

jio prime membership એક વર્ષ સુધી થયું ફ્રી, આ રીતે ઉઠાવો લાભ…

 | 3:35 pm IST
  • Share

રિલાઈન્સ જીઓના ગ્રાહકો માટે કેટલાક દિવસોથી એક મોટો સવાલ બન્યો હતો કે 31 માર્ચે પ્રાઈમ મેમ્બરશિપ ખતમ થઇ ગયા પછી શું થશે? જીઓએ આ સવાલનો જવાબ એક ઇનામ રૂપે આપ્યો છે.

રિલાઈન્સ જીઓએ પોતાના ગ્રાહકોને મોટું ઇનામ આપતા જીઓ પ્રાઈમ મેમ્બરશિપને એક વર્ષ સુધી વધારી દીધું છે. 31 માર્ચ 2018 સુધી જેને પણ પ્રાઈમ મેમ્બરશિપ લીધી હશે, તેઓ આવતા એક વર્ષ સુધી કોઈપણ ચાર્જ આપ્યા વગર જીઓ પ્રાઈમ મેમ્બરશિપનો લાભ ઉઠાવી શકશે.

જોકે નવા જીઓ ગ્રાહકોને જીઓ પ્રાઈમ મેમ્બરશિપ માટે વર્ષના 99 રૂપિયા ખર્ચવાના રહેશે.

જો તમે જીઓના પ્રાઈમ મેમ્બર છો અને અત્યાર સુધી My jio app ડાઉનલોડ કરી નથી તો તરતજ ડાઉનલોડ કરી લો. જો પહેલાથી ડાઉનલોડ છે તો આ એપને ઓપન કરો અને ઓપ્શન સિલેક્ટ કરીને જણાવો કે તમે આવતા 12 મહિના સુધી આ સુવિધા લેવા માંગે છે.

જો તમે 12 મહિના માટે ફ્રી મેમ્બરશિપ કરવવા ઈચ્છો છો તો તરત My jio appમાં જઈને તમારી ઈચ્છા જણાવો. આ ઓફર લીમીટેડ સમય માટે છે. જોકે આ ઓફર ક્યાંસુધી છે તેની જેરાત હજી કરવામાં આવી નથી.

1 એપ્રિલ 2018થી જીઓના નવા ગ્રાહકોને પ્રાઈમ મેમ્બરશિપ માટે રૂપિયા 99 આપવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન