JIOનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો, જાણો કેવી રીતે ઉઠાવશો આનો ફાયદો - Sandesh
  • Home
  • Technology
  • JIOનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો, જાણો કેવી રીતે ઉઠાવશો આનો ફાયદો

JIOનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો, જાણો કેવી રીતે ઉઠાવશો આનો ફાયદો

 | 6:58 pm IST

રિલાયન્સ જિયોએ પોતાના પ્રાઈમ મેમ્બરશિપ ઓફર હેઠળ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી દીધી છે. પ્રાઈમ મેમ્બરશિપની જાહેરાત સાથે રિલાન્સ જિયોએ માત્ર 303 રૂપિયામાં એક જ પ્લાન રજૂ કર્યો હતો. તેની સાથે જિયોએ નોન-પ્રાઈમ મેમ્બર્સ માટે પણ પ્લાન જાહેર કર્યાં છે. રિલાયન્સની પ્રાઈમ મેમ્બરશિપ સર્વિસ માટે રજિસ્ટ્રેશન આજે (1 માર્ચ 2017)થી શરૂ થઈ ગયું છે. રિલાયન્સ જિયોના વર્તમાન અને નવા ગ્રાહકો 31 માર્ચ 2017 સુધી 99લ રૂપિયા આપીને આની સાથે જોડાઈ શકે છે.

રિલાયન્સનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. આમાં 200MB 4G ડેટા મળશે. તે સાથે યૂઝર્સ અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ કરી શકશે. પરંતુ તેની વેલિડિટી માત્ર એક દિવસની જ હશે. આ પ્લાન માત્ર તે યૂઝર્સને જ મળશે જે જિયોના પ્રાઈમ મેમ્બર હશે, એટલે કે, જેમણે 99 રૂપિયાનું રિચાર્જ કરાવીને જિયોની પ્રાઈમ મેમ્બરશિપ લીધેલી છે.

જેમની પાસે જિયોની પ્રાઈમ મેમ્બરશિપ નથી તેમણે આનો ફાયદો ઉઠાવી શકશે નહી. પ્રાઈમ મેમ્બરશિપ ના લીધેલ યૂઝર્સ 19 રૂપિયાનું રિચાર્જ તો કરી શકશે પરંતુ તેમણે 100 એમબી ડેટા જ મળશે. જિયોના કેટલાક પોસ્ટપેડ પ્લાન પણ છે. આમાં 303 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે પ્રતિદિવસે 1GB 4G ડેટા મળશે. જ્યારે 499 રૂપિયાના પેકમાં 58 જીબી ડેટા મળશે, આમાં પણ પ્રતિદિવસે 2જીબી ડેટા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન