રિલાયન્સ Jioની અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • રિલાયન્સ Jioની અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર

રિલાયન્સ Jioની અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર

 | 4:45 pm IST
  • Share

રિલાયન્સ જિયોએ પોતાના 4G હોટસ્પોટ ડોંગલ જિયોફાઇની કિંમત પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તહેવારની આ સીઝનને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિયોની તરફથી આ ઓફર આપવામાં આવી રહી છે, જે 20મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધી વેલિડ હશે.

આ જિયો ફાઇનો ભાવ હવે 999 રૂપિયા છે, જે અત્યાર સુધી 1999 રૂપિયા હતો. ખાસ વાત એ છે કે નવી ઓફરની કિંમતની સાથે તમે ફ્લિપકાર્ટ પરથી અને Jio.com પર જઇને ખરીદી શકો છો. અત્યારે ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન સેલ ચાલુ છે.

જિયોફાઇ ફેસ્ટિવલ ઓફર માત્ર JioFi M2S મોડલ પર જ ઉપલબ્ધ છે જે 2300mAh બેટરીની સાથે આવે છે. આ જિયોફાઇની સાથે જિયો સિમ મળશે જેને આધારની મદદથી તમે એક્ટિવેટ કરાવું પડશે. ગ્રાહકો માટે આ ડીલ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમણે 1000 રૂપિયાની એટલે કે 50 ટકાની છૂટ મળી રહી છે. આ પોર્ટેબલ વાઇ-ફાઇ રાઉટરની મદદથી તમે ગમે ત્યાંથી ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો છો.

જિયોફાઇ ડિવાઇસ તમામ રિલાયન્સ ડિજિટલ સ્ટોર, જિયો આઉટલેટ્સ, જિયો પાર્ટનર રિટેલર્સ અને www.jio.com પર ઑનલાઇન ઉપલબ્ધ છે.

તાજેતરમાં આવેલા જિયોને લઇને ઓપેનસિગ્નલના રિપોર્ટમાં ટેલીકોમ કંપનીની ઇન્ટરનેટ સ્પીડના જોરદાર વખાણ કર્યા છે. જિયોએ પોતાના નેટવર્ક પર ઇન્ટરનેટ સ્પીડમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

જિયોફાઇ યુઝર્સ જિયો સર્વિસની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવશે, જેમાં અનલિમિટેડ 4જી ડેટા, એચડી વોઇસ કોલ્સ અને વીડિયો કોલ્સ, એસએમએસ તેમજ જિયો સિનેમા, જિયો ટીવી વગેરે જેવી વિવિધ જિયો એપ્સની સુલભતા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન