Technology: today reliance jio to increase tariffs in India
  • Home
  • Business
  • Reliance Jioએ ભાવ વધારાની કરી જાહેરાત, ગ્રાહકોને પડશે મોટો ફટકો

Reliance Jioએ ભાવ વધારાની કરી જાહેરાત, ગ્રાહકોને પડશે મોટો ફટકો

 | 8:19 am IST

રિલાયન્સ જિયોએ તેના ટેરિફની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દિદી છે. તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ નોન જિયો કોલિંગ કરવા માટે પૈસા લેવાના શરૂ કર્યા છે અને તે માટે નવા પેક્સની શરૂઆત પણ થઈ ગઇ છે. બીજી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન આઇડિયા અને એરટેલે પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દિદી છે. આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેને લાગુ પડે છે.

ઉલ્લેખનિય છે કે રિલાયન્સ જિયોએ કિંમત વધારવાના જાહેરાત કરી છે. જો કે જિયોએ જણાવ્યું છે કે કિંમત વધવાથી ડેટાના વપરાશ પર કોઈ અસર નહીં થાય. તેમજ વોડાફોન-આઈડિયા અને એરટેલે ગયા સપ્તાહે જંગી ખોટ નોંધાવી હતી. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડોઓ પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનમાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ ગુમાવ્યા હતા.

Jio, jio offer, jio plans, my jio, jio call, jio calling, jio, Jio, jio 30 minutes free call, calling plans, jio calling charges, trai, reliance jio, જિઓ, જિઓ ઓફર્સ

ટેલિકોમ વિભાગે બધી કંપનીઓને સાર્વજનિક સંસ્થાઓ પર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શેર કરવાની મંજૂરી આપી છે. જેથી કોલ ડ્રોપમાં ઘટાડો અને મોબાઇલના ડેટા સ્પીડમાં વધારો થશે.

બીજી તરફ રિલાયન્સ જિયોએ 69.83 લાખ નવા ગ્રાહક જોડ્યા હતા. આંકડોઓ પ્રમાણે એરટેલે આ દરમિયાન 23.8 લાખ, વોડાફોન-આઇડિયા એ 25.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. જેથી હવે એરટેલના ગ્રાહકોની સંખ્યા 32.55 કરોડ, જ્યારે વોડાફોન-આઇડિયાના ગ્રાહકની સંખ્યા 37.24 કરોડ પર આવી ગઇ છે.

રિલાયન્સ જિઓ, reliance jio, jio users, જિઓ કસ્ટમર્સ, જિઓ, jio, રિલાયન્સ, reliance
રિલાયન્સ જિઓ, reliance jio, jio users, જિઓ કસ્ટમર્સ, જિઓ, jio, રિલાયન્સ, reliance

જ્યારે જિયોના ગ્રાહકોની સંખ્યા 35.52 કરોડ થઇ છે. આ દરમિયાન સાર્વજનિક ક્ષેત્રની કંપની MTNLના 8,717 યુઝર્સ ઘટ્યા છે. તેના કુલ ગ્રાહકોની સંખ્યા 33.93 લાખ થઇ છે. તો BSNL પાસેથી 7.37 લાખ નવા ગ્રાહક જોડાયા છે. જેથી તેના યુઝર્સની સંખ્યા 11.69 કરોડ થઇ છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં ડેન્ગ્યૂના કારણે 48 કલાકમાં 5ના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન