Jioનો વધુ એક ધમાકો, આપી રહ્યું છે ટ્રિપલ કેશબેક ઓફર - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Jioનો વધુ એક ધમાકો, આપી રહ્યું છે ટ્રિપલ કેશબેક ઓફર

Jioનો વધુ એક ધમાકો, આપી રહ્યું છે ટ્રિપલ કેશબેક ઓફર

 | 6:23 pm IST

રિલાયન્સ જિયો અપની ઓફર્સ લોકોની આકર્ષિત કરી રહી છે. કંપની એક બાદ એક ધમાકેદાર ઓફર્સ અને સ્કીમ લોન્ચ કરીને બીજી ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. એકવાર ફરીથી જિયોએ પોતાના યુઝર્સને બેસ્ટ ઓફર આપી રહી છે. આ ઓફર જિયો યુઝર્સના ચહેરા પર ખડખડાટ મુસ્કાન લઈને આવશે. જિયો યુઝર્સ હવે 2599 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. જાણી લો આ છે ઓફર.

જિયોએ તમામ જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે પ્રાઇમ બેનિફિટ્સની જાહેરાત કરી છે. માત્ર જિયો પ્રાઇમ મેમ્બર્સ માટેના આ ખાસ લાભમાં રૂ. 399 કે તેના કરતાં વધારેના દરેક ચાર્જ પર રૂ.2599 સુધીનું ત્રણ ગણું કેશબેક મળી શકે છે. ટ્રીપલ કેશબેક ઓફરમાં નીચે મુજબનો સમાવેશ થાય છે.

– 399 કે વધુના રીચાર્જ પર 100 ટકા કેશબેક તરીકે જિયોના રૂ.400ના મૂલ્યના વાઉચર્સ
– એમેઝોન પે, એક્સિસ પે, ફ્રિચાર્જ, મોબિક્વિક, પેટીએમ અને ફોનપે સહિતના જિયોના ભાગીદાર પ્લેટફોર્મ પરથી કરવામાં આવતા રીચાર્જ પર રૂ.300ની તુરંત કેશબેક જિયો તેના ઇકોમર્સ પાર્ટનર આજિયો, યાત્રા.કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ્સ.કોમના સ્પેશ્યલ વાઉચર્સ આપીને શોપિંગને વધું આનંદપ્રદ બનાવશે. આ વાઉચર્સથી ગ્રાહકો ajio.com પર ઓછામાં ઓછા રૂ.1500ની ખરીદી પર રૂ.399નું કેશબેક મેળવી શકશે.
– પ્રાઇમ કસ્ટમર્સને yatra.com પર ફ્લાઇટની રાઉન્ડ ટ્રીપ બુક કરાવવા પર રૂ.1000નું કેશબેક અને વન-વે ફ્લાઇટ બૂકિંગ પર રૂ.500નું ડિસ્કાઉન્ટ મળશે.
– reliancetrends.com પર રૂ. 1999 કે વધુની ખરીદી કરવા પર જિયો પ્રાઇમ કસ્ટમર્સને રૂ.500નું ડિસ્કાઉન્ટ મળશે.
આ ઓફર માત્ર જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટે જ છે. જે નવેમ્બર 10 થી નવેમ્બર 25, 2017 સુધી જ ઉપલબ્ધ બનશે.

કેશબેક કેવી રીતે મેળવશો

– રૂપિયા 400ના જિયો કેશબેક વાઉચર્સ માયજિયો પર નવેમ્બર 15, 2017થી વટાવી શકાશે.
– ભાગીદાર વોલેટ્સ તરફથી મળતા કેશબેલ યુઝરના વોલેટમાં તુરંત જમા કરાવી દેવામાં આવશે.
– ઈકોમર્સ વાઉચર્સ નવેમ્બર 20, 2017થી ઉપલબ્ધ બનશે.

જિયો સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, જિયો પ્રાઇમ બેનેફિટની ટ્રીપલ કેશબેક ઓફર જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટેની પ્રથમ ઓફર છે. આ ઓફર હાલમાં જિયો પ્રાઇમ મેમ્બર્સને મળતા સ્પેશ્યલ ટેરીફ બેનિફિટ ઉપરાંત આપવામાં આવી છે. જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે આ ખાસ જાહેરાત જિયો દ્વારા અગાઉ જિયો પ્રાઇમ મેમ્બર્સને વધુ લાભ આપવા માટે કરવામાં આવેલા વચન મુજબ કરાઈ છે.

જિયો પ્રાઇમ એ ગ્રાહકો દ્વારા એક જ વખત વાર્ષિક રૂ. 99ની ચૂકવણી કરીને મેળવવામાં આવેલું જિયોનું સભ્યપદ છે. જિયો પ્રાઇમ અને વેલિડિટી રીચાર્જ અનેક લાભો આપે છે. જે આ મુજબ છે.

– ઉદ્યોગમાં નિઃશંકપણે સૌથી શ્રેષ્ઠ ટેરીફ, નિઃશુલ્ક વોઇસ કોલિંગ, જિયો એપ્સનો ઉપયોગ અને અનેકવિધ પ્રસંગોપાત લાભો.
– માત્ર રૂ.99ના રીચાર્જથી મેમ્બર્સને અનલિમિટેડ ફ્રી વોઇસ કોલિંગ (લોકલ, એસ.ટી.ડી. રોમિંગ અને અન્ય કોઇપણ ઓપરેટર દ્વારા સંચાલિત નંબર પર ભારતભરમાં), 4જી ડેટા અને એસ.એમ.એસ. ની સુવિધા મળે છે.
– જિયો પ્રાઇમ મેમ્બરને જિયોના પ્રિમિયમ કન્ટેન્ટનો લાભ સંપૂર્ણ વર્ષ માટે નિઃશુલ્ક રીતે મળે છે.
– જિયો પ્રાઇમ મેમ્બરશિપને ભવિષ્યમાં સમયાંતરે જાહેર થનારી વધુ ડિલ્સ અને ઓફર્સનો લાભ પણ મળશે.