reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-for-3-months
  • Home
  • Technology
  • Jio vs Airtel vs Vodafoneના 3 મહિનાનો કોનો પ્લાન છે બેસ્ટ જાણો

Jio vs Airtel vs Vodafoneના 3 મહિનાનો કોનો પ્લાન છે બેસ્ટ જાણો

 | 1:55 pm IST

Reliance Jioએ સપ્ટેમ્બર 2016માં લૉન્ચ થયા બાદ આક્રમક રણનીતિ અપનાવી છે. Jio તરફથી રોજ નવીનવી રીચાર્ઝ ઓફર્સ ફ્રી ડેટા આવતા બાકી કંપનીઓને હંફાવી દીધી છે. સ્પર્ધામાં ટકવા અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા કંપનીઓએ પોતાના પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો છે. આ બધી કંપનીઓમાં અલગ અલગ વેલિડીટી ધરાવતા પ્લાનનો સમાવેશ થાય છે. આજે અમે તમને જણાવીશુ એવા પ્લાનવીશે જે ને તમે એક વાર રીચાર્જ કરાવ્યાબાદ ત્રણ મહિના માટે ભૂલી જજો.

Jioનો 498 વાળો પ્લાન
Jioનો 498 વાળા પ્લાનમાં ગ્રાહકને બધુ જ અનલિમિટેડ મળશે. આ પેક્સમાં રિચાર્જ કરાવવાથી યૂઝર્સને અનલિમિટેડ કોલીંગ, 100 પ્રતિદિન મેસેજ ફ્રી Jio એપ્સ સબ્સક્રિપ્શન જેવી સુવિધાઓ મળશે. આ પ્લાનામા ગ્રાહકને 91 દિવસ સુધી 2 જીબી ડેટા મળશે. FUP લિમિટ પૂરી થતા યૂઝરને ડેટાતો મળશે જ પણ થોડી સ્પીડ ઓછી થઈ જશે. ઘટીને સ્પીડ 64 kbps થઈ જશે.આ સિવાય Jio ટીવી, Jio સિનેમા અને Jio મ્યૂઝિક એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

Airtelનો 509 વાળો પ્લાન
Airtelનો 509 વાળો પ્લાનમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. આ પ્લાનની વેલીડિટી 90 દિવસ છે. ઈન્ટરનેટના શોખિનોમાટે 1.4 જીબી સ્પીડ મળશે.100 પ્રતિદિન મેસેજ ફ્રી મળશે.

Vodafoneનો 509 વાળો પ્લાન
Vodafoneનો 509 વાળા પ્લાનમાં 1.4 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે આ પ્લાનની વેલીડિટી 90 દિવસ છે.100 પ્રતિદિન મેસેજ ફ્રી મળશે.