Reliance Jio will work with Digital India in collaboration with this large Indian company
  • Home
  • Technology
  • રિલાયન્સ જીયો ભારતની આ મોટી કંપની સાથે મળીને કરશે ડિજિટલ ઈન્ડિયા માટે કામ

રિલાયન્સ જીયો ભારતની આ મોટી કંપની સાથે મળીને કરશે ડિજિટલ ઈન્ડિયા માટે કામ

 | 11:45 am IST

ટેલિકોમ અને આઈટી કંપની Reliance Jioએ અમેરિકી લીડિંગ ટેકનોલોજી કંપની Microsoft સાથે લોન્ગ ટર્મ ભાગેદારી કરી છે. આ ભાગેદારી હેઠળ ભારતીય યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે. Relianceના 42મી AGM મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આ વાતની ઘોષણા કરી છે. મીટિંગ દરમિયાન અંબાણીએ કહ્યું કે, હું આ વાતની ઘોષણા કરતા ગર્વ અનુભવું છું કે Jio અને Microsoftએ એક યૂનિક ગ્લોબલા લોન્ગ ટર્મ પ્લાન બનાવ્યો છે, જેમાં દેશને ડિજિટલ ટ્રાન્સફોર્મ કરવામાં આવશે. આ નવી પાર્ટનરશિપ હેઠળ Reliance વર્લ્ડ ક્લાસ ડેટા સેન્ટર નેટવર્ક સેટઅપ કરશે જે Microsoft Azure ક્લાઉડ પ્લેટફોર્મની સાથે કામ કરશે.

પોતાના નિવેદનમાં અંબાણીએ કહ્યું કે, જ્યારે અમે બંને સાથે મળી ગયા છીએ તો અમે ભારતમાં સ્પીચ રિકોગ્નિશન, નેચરલ લેગ્વેજ અંડરસ્ટેન્ડિંગ અને ભારતીય ભાષાઓવાળા પ્લેટફોર્મ તૈયાર કરી શકીએ છીએ. જેના લીધે Azure ક્લાઉડ કમ્પ્યુટિંગનો બિઝનેસ ભારતમાં વધશે. તે સિવાય Microsoft Azure આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ અને ઓફિસ 365ને Jioની કનેક્ટિવિટી અને ડિજિટલ સોલ્યૂશનનો સપોર્ટ પણ મળશે. અમે બંને સાથે મળીને એક કોમ્પ્રિહેંસિવ ટેકનોલોજી સોલ્યૂશન ક્રિએટ કરીશું જે દેશના સ્ટોરેજ કનેક્ટિવિટી અને પ્રોડક્ટિવિટીવાળા સ્મોલ અને મિડિયમ સાઈઝના બિઝનેસને મદદ કરશે.

જણાવી દઈએ કે Reliance Jio અને Microsoftએ ભારતમાં નવા ડેટા સેન્ટર ખોલવાની વાત કરી. આ નવા ડેટા સેન્ટર્સને લીધે Reliacne Jio યૂઝર્સ ટૂલ અને પ્લેટફોર્મને પોતાના ડિજિટલ કૈપેબિલિટીના હિસાબથી તૈયાર કરી શકશે. આ બંને કંપનીઓની આ નવી ભાગેદારીથી Jio યૂઝર્સને Office 365નું એક્સેસ મળી શકશે. આ પાર્ટનરશિપ સિવાય Reliance Jio ક્લાઉડ સ્ટોરેજ ટેકનોલોજી અને કનેક્ટિવિટીને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે પણ સ્ટાર્ટ અપ આ સર્વિસનો ઉપયોગ કરવા માંગે છે તે Jioની અધિકારિક વેબસાઈટ પર જઈને રજિસ્ટર કરાવી શકે છે. Jioની આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સર્વિસ 1 જાન્યૂઆરી 2020થી વ્યાવસાયિક રીતે રોલ આઉટ કરવામાં આવશે. Reliance Jio અને Microsoftનાં આ નિર્ણયથી કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયા મિશનને આગળ વધારી શકાશે.

આ વીડિયો પણ જુઓ: મહિસાગરના કડાણા ડેમમાંથી છોડાયુ 17 હજાર ક્યુસેક પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન