reliance jiofiber plan know how to register for broadband plan via whatsapp
  • Home
  • Featured
  • રિલાયન્સ JioFiber માટે WhatsAppથી કરો રજિસ્ટ્રેશન, ફ્રીમાં મળશે સેટ-ટોપ બોક્સ

રિલાયન્સ JioFiber માટે WhatsAppથી કરો રજિસ્ટ્રેશન, ફ્રીમાં મળશે સેટ-ટોપ બોક્સ

 | 8:58 am IST

રિલાયન્સ JioFiberને તાજેતરમાં વ્યાવસાયિક તરીકે રોલ આઉટ કરવામાં આવ્યું છે. રિલાયન્સ જિઓ ફાઇબર બ્રોડબેન્ડની સાથે 6 પ્લાન ઓફર કરવામાં આવી રહ્યાં છે. આ હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવા માટે તમે WhatsApp દ્વારા પણ નોંધણી કરાવી શકો છો. JioFiber ના દરેક પ્લાન સાથે યુઝરને Jio Home Device અને Jio 4K સેટ ટોપ બોક્સ ઓફર કરવામાં આવી રહ્યો છે.

Reliance New Big Plan, Jio GigaFiber Plan's Start with only 700Rs

જ્યારે, તેના બ્રોન્ઝ અને સિલ્વર પ્લાન સિવાય દરેક પ્લાન સાથે સ્માર્ટ ટીવી ઓફરઆપવામાં આવી રહી છે. JioFiber નો પ્લાન 699 રૂપિયાથી શરૂ થઇ 8,499 રૂપિયા સુધી પ્રતિ મહિનો છે. આ સિવાય 6 મહિના માટે યુઝર્સને વધારાનો ફ્રી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કોમ્પલિમેન્ટરી ઓફર તરીકે વપરાશકર્તાઓને Jio OTT એપ્સ પણ આપવામાં આવી રહી છે.

Jio-Fiber_Sandesh

WhatsAppથી મેળવો સંપૂર્ણ વિગતો:
આ ઉપરાંત વેબસાઇટ પર એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહકો જિયો ફાઇબર વિશે વધારે માહિતી મેળવવા માંગે છે, તો વોટ્સએપ દ્વારા ફોનમાં 70008-70008 એડ કરો. ત્યારબાદ વોટ્સએપ પર જાઓ અને આ નંબર પર ‘હેલો’ મેસેજ કરો. ત્યારબાદ તમને જિયો તરફથી ગીગા ફાઇબરથી સંબંધિત વિગતો મળશે.

રિલાયન્સ જિયો ફાઇબર વિશેની તમામ માહિતી 5 સપ્ટેમ્બરના રોજ બહાર આવી છે. રિલાયન્સે જિયો ફાઇબર હેઠળ 6 જુદા જુદા ટેરિફ પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ Jio.com પર જિયો ફાઇબર માટે નોંધણી (jio fiber registration) કરવાની પ્રક્રિયા વિશે જણાવ્યું છે. કંપનીની વેબસાઇટ પર હાલના ગ્રાહક માટે પણ એક અલગ વિભાગ આપવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે જિયો સેવાને અપગ્રેડ કરવા માટે તમારો સંપર્ક કરશે. આ માટે ગ્રાહકોએ માય જિઓ એપને તેમના મોબાઇલમાં ડાઉનલોડ કરવી પડશે, જેના દ્વારા કંપની ગ્રાહકનો સંપર્ક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન