Reliance Jio's Strong Plan for Work From Home, Double Data will be available on these vouchers
  • Home
  • Technology
  • Jioનો વર્ક ફ્રોમ હોમનો જોરદાર પ્લાન, આ વાઉચર્સ પર મળશે ડબલ ડેટા

Jioનો વર્ક ફ્રોમ હોમનો જોરદાર પ્લાન, આ વાઉચર્સ પર મળશે ડબલ ડેટા

 | 3:52 pm IST

કોરોના વાયરસના કારણે દેશભરમાં કંપનીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમમાં ઇન્ટરનેટની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવામાં બીએસએનએલ અને એસીટી ફાઇબર જેવી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ પ્લાન આપવાની શરૂઆત કરી છે. હવે Reliance Jioએ પણ આ પ્રકારનો જ વર્ક ફ્રોમ હોમ પ્લાન આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ 251 રૂપિયાનો વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

Reliance Jioના 251 રૂપિયાના પ્લાનની ડેલિડિટી 51 દિવસની છે. આ પ્લાનમાં માત્ર ડેટા છે જેમા તમને એસએમએસ અને કોલિંગ મળશે નહી.

251 રૂપિયા પ્લાન સાથે કસ્ટમરને ટોટલ 120GB ડેટા મળશે જે હાઇ સ્પિડ છે. દરરોજ 2GB ડેટા છે., જો તમે 2GB ડેટા પૂર્ણ કરો છો તો તમારી સ્પિડ ઓછી કરી દેવામાં આવશે. 251 રૂપિયાના આ પ્લાન સાથે યૂઝર્સને 64Kbpsની સ્પિડ મળશે. સ્લો સ્પિડની કોઇ લિમિટ નથી. જોકે આ સ્પિડમાં તમે કંઇ વધારે કરી શક્શો નહી. ખાસ કરીને વીડિયો સ્પિડ સ્ટ્રીમિંગ કરી શક્શો નહી

નોંધનિય છે કે, તાજેતરમાં જ કંપનીએ 4G વાઉચર્સમાં બદલાવ કર્યો છે. જેમા 11 રૂપિયા, 21 રૂપિયા અને 101 રૂપિયાના પ્લાનમાં ડબલ ડેટા આપવાનું શરૂ કર્યું છે. 11 રૂપિયામાં 400MB ડેટા મળતો હતો, પરંતુ હવે 800MB મળશે. આ સાથે જ 75 મિનિટ જિયોથી જિયો નેટવર્ક પર વાત કરવા માટે મિનિટ્સ મળશે. આ પ્રકારે જ 21 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 2GB ડેટા આપવામાં આવશે અને આ સાથે જ નોન જિયો 200 મિનિટ આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ : કોરોના વાઈરસ હવે ખતરનાક તબક્કામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન