Reliance Jio's VoWi-Fi Service Will Compete To Airtel's VoWif-Fi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રિલાયન્સ JIOએ ગ્રાહકો માટે લાવી ખાસ સુવિધા, એરટેલને પણ આપશે ટક્કર

રિલાયન્સ JIOએ ગ્રાહકો માટે લાવી ખાસ સુવિધા, એરટેલને પણ આપશે ટક્કર

 | 1:21 pm IST
  • Share

રિલાયન્સ જિઓ અને એરટેલની વચ્ચે જંગ ફરી શરૂ થઈ ગયો છે. આ વખતે બંને ટેલિકૉમ કંપનીઓ VoWi-Fi કૉલિંગ સર્વિસ લાવવા મામલે એકબીજા સામે છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ સર્વિસની મદદથી તમે મોબાઈલ નેટવર્કનાં પણ વાઇફાઈ પર વૉઇસ કૉલિંગ કરી શકો છો અને આ માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચુકવવો નહીં પડે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઈ વધારનું સિમ અથવા કૉલિંગ એપની જરૂરિયાત નહીં પડે.

એરટેલે કેટલાક અઠવાડિયા પહેલા કસ્ટમર્સને VoWi-Fi સર્વિસ ઑફર કરી છે અને આ આવું કરનારી ભારતની પહેલી કંપની બની ગઈ છે. તો રિલાયન્સ જિઓએ અત્યારે VoWi-Fi સર્વિસ રૉલઆઉટ કરી દીધી છે. તો એરટેલે દિલ્હી-એનસીઆર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મુંબઈ અને કોલકાતા સર્કિલ્સમાં વાઈફાઈ કૉલિંગ સર્વિસની જાહેરાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિયો VoWi-Fi સર્વિસ કોઈપણ વૉઇસ ઑવર વાઈફાઈ ઇનેબલ્ડ ડિવાઇસ પર કામ કરશે.

રિલાયન્સ જિયોએ કસ્ટમર્સ માટે VoLTE અથવા વૉઇસ ઑવર LTE ટેક્નોલોજી લાવીને ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. જો કે જ્યારે VoWi-Fi લાવવાની વાત આવી તો કંપની પાછળ પડી ગઈ, કેમકે એરટેલે કૉમર્શિયલ લેવલ પર પોતાની વાઈફાઈ સર્વિસ લૉન્ચ કરી દીધી. એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયોએ પહજુ VoWi-Fi સર્વિસનાં લૉન્ચ વિશે અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ ઘણા જિયો યૂઝર્સે પોતાના સ્માર્ટફોન્સમાં Jio Wi-Fiની ઉપલબ્ધતા નોટિસ કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિયોએ કેરળ, મહારાષ્ટ્ર અને કોલકાતા સર્કલ્સમાં આ સર્વિલ્સ ઑફર કરવાનું શરૂ કર્યું છે. સારી વાત એ છે કે સર્વિસ કોઈપણ બ્રૉડબેન્ડ ઑપરેટર પર કામ કરે છે.

આ વિડીયો પણ જુઓ: કોંગ્રેસ હિંસા ફેલાવી રહી છે – CM રૂપાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન