Reliance's online retail business will benefit E-Commerce sector
  • Home
  • Business
  • રિલાયન્સના ઇ-કોમર્સ બિઝનેસ આઇડિયાના આ જાયન્ટ કંપનીએ કર્યા ભારોભાર વખાણ

રિલાયન્સના ઇ-કોમર્સ બિઝનેસ આઇડિયાના આ જાયન્ટ કંપનીએ કર્યા ભારોભાર વખાણ

 | 7:59 pm IST

મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ ખુબ જ જલ્ગી ઇ-કોમર્સ ક્ષેત્રમાં પણ હરણફાળ ભરવા જઇ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમની કંપની જિયોએ જે પ્રકારે ધમાકેદાર એન્ટ્રીથી દુસંચાર ક્ષેત્રને હલાવીને રાખી દીધુ, ઠીક તે જ રીતે રિલાયન્સ દેશના ઇ-કોમર્સ ક્ષેત્રમાં ઉલટફેર કરશે અને સીધેસીધુ આ ક્ષેત્રની દીગ્ગજ ફ્લિપકાર્ટ અને એમેઝોનને ટક્કર આપશે. જોકે, ફ્લિપકાર્ટ ગ્રુપના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિના વિચારો આ બાબતે અલગ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં ડાયરેક્ટ વિદેશી રોકાણ (FDI) માટે નિયમોને સખત કર્યા બાદ આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, ભારતમાં ઓનલાઇન રિટેલની પહોંચ અત્યારે પણ ખુબ જ ઓછુ છે અને તેનો આકાર ફેલાવવા માટે તેની રાહમાં આવનાર અડચણોને દૂર કરવાની જરૂર છે.

તેમણે કહ્યું,’અમારૂ માનવું છે કે, જો આ ક્ષેત્રમાં વધારે ખેલાડી હશે તો તેનાથી બજાર વધુ મોટૂ થશે તથા આ તમામ હિતધારકો જેવા કે, કિરાણા સ્ટોર, નાના અને મધ્યમ આકારના મર્ચેન્ટ અને ઉપભોક્તાઓ માટે લાભકારી હશે. આ તમામ હિતધારકોને ક્ષેત્રમાં નિત નવા ફાયદાઓ થશે.’

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 13માં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ વર્ષના અંતમાં પોતાની ઓનલાઇન રિટેલ કંપની લોન્ચ કરી ઓનલાઇન રિટેલ માર્કેટમાં ઉથલપાથલ મચાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ગ્રુપે પોતાના બ્રાન્ડને ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિત પોતાના સંભવિત પ્રતિસ્પર્ધકોના ઓનલાઇન માર્કેટપ્લેસથી હટાવવાનું શરૂ કરી દીધુ છે.

માર્ગેન સ્ટેનલીના અનુમાન અનુસાર, ભારતીય ઇ-કોમર્સ બજારમાં જેફ બેજોસની એમેઝોન અને ફ્લિપકાર્ટ બે દિગ્ગજ કંપનીઓ વ્યાપાર કરી રહી છે. અને 2027 સુધીમાં આ કંપનીઓનો વેપાર 200 અબજ ડોલરને આંબી શકે છે. તેલથી લઇ રિટેલ સુધી વેપાર કરનારી કંપની માટે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના માધ્યમથી ઇ-કોમર્સનો ફાયદો ઉઠાવવાની આ ખુબ જ સારી તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન