Relief in Corona Period: IT officials will not collect taxes by calling
  • Home
  • Business
  • કોરોના કાળમાં કરદાતાઓને મળ્યા સૌથી મોટા સમાચાર, હવે IT અધિકારીઓ ફોન કરીને નહીં કરે આ કામ

કોરોના કાળમાં કરદાતાઓને મળ્યા સૌથી મોટા સમાચાર, હવે IT અધિકારીઓ ફોન કરીને નહીં કરે આ કામ

 | 8:00 am IST

ઇન્કમટેક્સના અધિકારીઓ આવકવેરો ભરપાઈ કરવા કરદાતાઓ પાસે ઉઘરાણી કરશે નહીં. કોરોના વાઇરસને પગલે લોકડાઉન અમલી છે ત્યારે I.T. અધિકારીઓને ઘેર બેઠા કરદાતાઓને ફોન કરીને Tટ્વટના પૈસા ક્યારે ભરો છો? તેવી પૂછપરછ કરવા માટે Cમ્ડ્ઢ્એ કરેલા સરક્યુલર સામે ગેઝેટેડ ઓફિસર્સે, વ્યાપક વિરોધ કરવાને પગલે આ નિર્ણય સ્થગિત કરાયો છે.

લોકડાઉનમાં I.T. અધિકારીઓને ઘેર બેઠા કામ કરવા, ઇ-મેઇલ કરીને, ફોન કરીને કરવેરાના નાણાં ભરવા માટે પૂછપરછ કરવા, સૂચના આપવા સરક્યુલર કરીને Cમ્ડ્ઢ્એ આદેશ આપ્યો હતો. જો કે I.T. અધિકારીઓને ઘેર બેઠા કામ કરવા માટે I.T.B.A.ઇન્કમટેક્સ બિઝનેસ એપ્લિકેશન લિન્ક આપી નથી ત્યારે આ પ્રકારની કામગીરી કરવી મુશ્કેલ હતી. જો કે, ત્યારપછી ફોન કરીને કરદાતાઓ પાસે ઉઘરાણી કરવા સૂચના આપી હતી.

લોકડાઉનની સ્થિતિમાં કરદાતાઓ કેવી રીતે નાણાં ભરે અને આવા સંજોગોમાં ઉઘરાણી કરવી યોગ્ય ન ગણાય તેવું માનીને ગેઝેટેડ ઓફિર્સ એસોસિએશન દ્વારા Cમ્ડ્ઢ્ સમક્ષ રજૂઆતને પગલે સરક્યુલર પરત ખેંચવો પડયો છે. આમ, લોકડાઉનની સ્થિતિમાં I.T. દ્વારા ઉઘરાણી કરવામાં ન આવતાં કરદાતાઓને રાહત રહેશે.

નાણામંત્રીએ ટેક્સ ભરવા માટે તા. ૩૦ જૂન સુધી છૂટ આપી છે ત્યારે I.T. અધિકારીઓને ઘેર બેઠા કામ કરવા, ઉઘરાણી કરવાના આદેશ આપતો Cમ્ડ્ઢ્નો સરક્યુલર કરવો ભૂલભરેલ હોવા બાબતે ગેઝેટેડ ઓફિસર્સે વિરોધ કરીને રજૂઆત કરતાં પોતાની ‘ભૂલ’ સમજાતાં આ સરક્યુલર પાછો ખેંચાતાં હવે હાઇપિચ એેસેસમેન્ટ કરીને મોટી ટેક્સ ડિમાન્ડ કાઢવામાં આવી તેવા કરદાતાઓને પણ રાહત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન