Astrology spiritual Do not even mistake this work religious concept
  • Home
  • Astrology
  • ભૂલથી પણ ક્યારેય ન કરશો આ કામ, નહીંતો થઈ જશો બરબાદ

ભૂલથી પણ ક્યારેય ન કરશો આ કામ, નહીંતો થઈ જશો બરબાદ

 | 11:22 am IST

ભાગદોડ ભરેલી આજકાલની જીવનશૈલીમાં કોઈ પાસે ટાઈમ નથી બીજા કોઈની વાત સાંભળવા કે માનવા માટે. દરેક પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે પ્રગતિ કરવા માગે છે. પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ ખૂબજ મહેનત કરે તો પણ પરિણામ મળતુ નથી જેની તેને ઈચ્છા હોય છે.

જો તમને પણ આ રીતે આર્થિક સમસ્યા સતત સતાવતી હોય મહેનત છતા ધાર્યુ ફળ ન મળતુ હોય તો આજે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે. તમે પણ જો આવી નાની નાની ભૂલો કરતા રહેતા હો તો થઈ જજો સાવધ કે આવુ કરવાથી પરિણામ આવશે ભયંકર.

શાસ્ત્રો અનુસાર એવુ માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રૂપથી શંખ અને ઘંટીનો ધ્વની નથી થતો ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી થતો. આવા ઘરથી લક્ષ્મીજી નારાજ થાય છે અને દરિદ્રતાનો કાયમી વાસ થાય છે.

કહેવાય છે કે જે ઘરોમાં પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ ન કરવામાં આવે ત્યાં લક્ષ્મીજી રોકાતા નથી અને સાથે પિતૃઓ નારાજ થાય છે જેનાથી ઘરમાં હંમેશા માંદગી અને આર્થિક પાયમાલી આવે છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરોમાં સૂર્યાસ્ત પછી કચરો વાળવામાં આવે સંધ્યા સમયે નખ કાપવામાં આવે, વાળ ઓળવામાં આવે આ તમામ વાતોથી લક્ષ્મીજી નારાજ થાય છે.

જે લોકો પોતાના નખ ચાવ્યા કરે છે તેનું ભાગ્ય હંમેશા માટે સુઈ જાય છે. રાત્રીના સમયે એઠા વાસણ રાખવામાં આવે તો આનાથી ધનની હાની થાય છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યુ છે કે સૂર્યાસ્ત સમયે સ્ત્રી-પુરૂષોએ સમાગમ કરવો જોઈએ નહી. જે ઘરમાં દીપકને ફુંક મારીને ઓલવવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય આવતા નથી. ઘરમાં તૂટેલા દાંતા વાળા કાશકાથી ક્યારેય માથુ ન ઓળવુ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન