ધાર્મિક લોકો 'આ' બાબતે હોય છે અવ્વલ, અને તમે? - Sandesh
  • Home
  • Lifestyle
  • ધાર્મિક લોકો ‘આ’ બાબતે હોય છે અવ્વલ, અને તમે?

ધાર્મિક લોકો ‘આ’ બાબતે હોય છે અવ્વલ, અને તમે?

 | 11:56 am IST

એક નવું સંશોધન એવો નિર્દેશ કરે છે કે ધાર્મિક લોકો ફેસબુક પર હકારાત્મક વાતો અને હેપી, ફેમિલી, લવ અને મધર જેવા શબ્દોનો વધુ ઉપયોગ કરે છે. બીજી બાજુ નાસ્તિક લોકો ગુસ્સો દર્શાવતા કે નકારાત્મક શબ્દોનો વધુ પ્રયોગ કરે છે પણ લોકોની વાત સાંભળે છે. તેઓ શરીરની સંભાળ કે મૃત્યુ અંગેની વાતો વધારે કરે છે. તેમની વાતો સાંભળવા માટે કોઈ કારણ હોય છે. તેમની વાતો જ્ઞાનથી ભરપૂર હોય છે જેમાં થિન્કિંગ અને રિઝન્સ જેવા શબ્દોનો વધારે ઉપયોગ કરાયો હોય છે. ધાર્મિક લોકો શ્રદ્ધા, તર્ક તેમજ તત્વજ્ઞાનને લગતી વાતો કરે છે જેમાં ડેવિલ, બ્લેસિંગ અને પ્રાર્થનાને લગતી વાત વધારે હોય છે.

ધાર્મિક લોકો વધુ પડતા લાગણીશીલ અને સામાજિક હોય છે
અમેરિકા અને બ્રિટનમાં 12,815 ફેસબુક યૂઝર્સનો સરવે કરવામાં આવ્યો હતો જેમાં ધાર્મિક લોકો વધુ પડતા લાગણીશીલ અને સામાજિક શબ્દોનો વધારે ઉપયોગ કરતા જોવા મળ્યા છે. જે લોકો નાસ્તિક છે તેવાં લોકોની વાતો વધુ નકારાત્મક હોય છે વધુ જ્ઞાનવાળી હોય છે તેમ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના લેખક ડેવિડ યાડેને જણાવ્યું હતું.

નાસ્તિકો લોકો ધિક્કારતી અને નકારાત્મક વાતો વધુ કરે છે
સંશોધકો દ્વારા યૂઝર્સનું ધાર્મિક વળગણ અને ધર્મ સાથે સંકળાયેલી બાબતોને ધ્યાનમાં લેવાઈ હતી. તેમની પોસ્ટનું એનાલિસિસ કરાયું હતું. આ ઉપરાંત ઓનલાઈન માહિતી મેળવવામાં આવી હતી. ધાર્મિક અને નાસ્તિક ગ્રૂપ દ્વારા કયા કયા શબ્દોનો તેમની પોસ્ટમાં ઉપયોગ કરાયો હતો તે વાત ધ્યાનમાં લેવાઈ હતી. નાસ્તિકો દ્વારા લોકોને ધિક્કારતી, નકારાત્મક વાતો અને શબ્દોનો પ્રયોગ કરાયો હતો. આ ઉપરાંત તેઓ અણગમતા શબ્દોનો વધુ ઉપયોગ કરતા હતા. તેઓ તેમનું માથુ, ગળું તેમજ મૃત્યુને લગતી વાતો વધારે કરતા હોવાનું જણાયું હતું. પિૃમના દેશો બિનસાંપ્રદાયિકતા વિશ્વની વસતીના 80 ટકા કરતાં વધુ વધી ત્યારે ધાર્મિકતામાં પણ વધારો થયો છે. સંશોધકોના મતે ધાર્મિકતાને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે અને સુખાકારી વધી છે પણ લોકોની મેદસ્વિતા અને વંશવાદ પણ વધ્યા છે.