NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શુક્રવારે રાત્રે આસોપાલવ નીચે પ્રગટાવો કપૂર, જીવનમાંથી દૂર થશે દુ:ખ

શુક્રવારે રાત્રે આસોપાલવ નીચે પ્રગટાવો કપૂર, જીવનમાંથી દૂર થશે દુ:ખ

 | 1:26 pm IST

હિંદૂ ધર્મમાં એવા વૃક્ષ અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં અલૌકિક શક્તિઓ છે. પીપળો, વડ, આસોપાલવ, તુલસી, મની પ્લાન્ટ જેવા વૃક્ષો જ્યાં હોય છે ત્યાંથી અશાંતિ દૂર થઈ જાય છે. એટલા માટે જ ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે આ વૃક્ષના પાનનો અલગ અલગ રીતે ઉપયોગ પણ કરવામાં આવે છે. જો કે આ તમામમાંથી સૌથી વધારે શક્તિશાળી આસોપાલવનું ઝાડ માનવામાં આવે છે. ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ પણ બાંધવામાં આવે છે.

આસોપાલવનું ઝાડ મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જા પૂરી પાડે છે. મહિલાઓ જો રોજ આ ઝાડને પાણી ચડાવે તો તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. સાથે જ તેનું વૈવાહિક જીવન પણ સુખમય વ્યતિત થાય છે. આસોપાલવ ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને શાંતિ તેમજ સુખ-સમૃદ્ધિ વધે છે.

દરેક શુક્રવારે આસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર પ્રગટાવવા જોઈએ. તેનાથી પણ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. કહેવાય છે કે જે ઘરમાં આસોપાલવનું ઝાડ હોય છે ત્યાં રોગ, શોકનો વાસ નથી થતો. એટલા માટે તેનો એક ટુચકો પણ કરવામાં આવે છે. તેના માટે કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડના મૂળમાંથી એક ટુકડો તોડી અને તેને ઘરે લાવી અને ગંગાજળથી સાફ કરી અને મંદિરમાં રાખવું. આ મૂળ ઘરના તમામ વાસ્તુદોષને દૂર કરી દેશે.