Remember Gracy Singh? This is how the Lagaan actress looks now
  • Home
  • Photo Gallery
  • Photos: આ ખુબસુરત અભિનેત્રીને નથી મળતું ફિલ્મોમાં કામ, એક સમયે હતો દબદબો

Photos: આ ખુબસુરત અભિનેત્રીને નથી મળતું ફિલ્મોમાં કામ, એક સમયે હતો દબદબો

 | 9:01 am IST

આમિર ખાનની ફિલ્મ ‘લગાન’થી બોલીવુડમાં પોતાની ડેબ્યુ કરનાર ખુબસુરત અભિનેત્રી આજે ગુમનામીના અંધારામાં છે. એકટ્રેસ ગ્રેસી સિંહ આજે ફિલ્મી દુનિયાથી જ ગાયબ થઈ ચુકી છે. ગ્રેસી એ અભિનેત્રીમાંની એક છે જે ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ થઈ હતી. પોતાની અભિનય ક્ષમતાને પુરવાર કરવામાં આ અભિનેત્રીને સફળતા મળી હતી. લગાન ફિલ્મમાં એક ગામડાની માસુમ છોકરીનો રોલ નિભાવવામાં આ અભિનેત્રી સફળ થઈ હતી. ફિલ્મમાં તેનાં અભિનયની ભરપુર પ્રશંસા થઈ હતી. જો કે હવે ગ્રેસીને ફિલ્મોમાં કામ નથી મળતુ.

ગ્રેસીએ બોલીવુડ સિવાય સાઉથની અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યુ છે. જ્યારે તેને ફિલ્મો મળવાની બંધ થવા લાગી તો તેણે બી ગ્રેડની ફિલ્મો પણ કરી અને આખરે તેણે ટીવી સીરિયલોમાં પણ કામ કરવાની નોબત આવી.

2015માં ગ્રેસીને ફિલ્મ ચૂડિયા જે પંજાબી ફિલ્મ છે તેમાં કામ મળ્યુ હતુ. આ સિવાય ગ્રેસીએ સીરિયલ સંતોષી માંમા કામ કર્યુ હતુ. આ સીરિયલ 2017માં બંધ થઈ ગઈ હતી. આજે લોકોના મનમાં સવાલ છે કે ગ્રેસી સિંહ ક્યા ગાયબ છે.

ફિલ્મ લગાન માટે ગ્રેસીને સ્ટાર ડેબ્યૂ ઓફ ધ ઈયર (આઈફા), મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર (સ્ક્રીન એવોર્ડ), બેસ્ટ ફીમેલ ડેબ્યૂ (ઝી સીને એવોર્ડ) જીત્યો હતો. પહેલી ફિલ્મમાં બેસ્ટ ડેબ્યુ એવોર્ડથી ગ્રેસી ડાયરેક્ટર્સ અને જનતાની નજરમાં આવી ગઈ હતી. તેમણે મુન્ના ભાઈ એમબીબીએસ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે હવે તેને ફિલ્મોમાં કામ મળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન