Remembers ‘Gorgeous Lady’ Smita Patil on Birthday
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • તુને દુપટ્ટા ખીંચકર સિર્ફ મેરા સર ખુલા નહીં કિયા, નાગિન કા પિટારા ખોલા હૈ!

તુને દુપટ્ટા ખીંચકર સિર્ફ મેરા સર ખુલા નહીં કિયા, નાગિન કા પિટારા ખોલા હૈ!

 | 9:22 am IST

મૂડ મૂડ કે દેખ :- પ્રફુલ્લ કાનાબાર

હેડીંગમાં ફિલ્મ વારિસનો ડાયલોગ છે જે સ્મિતા પાટિલ એક વહુના પાત્રમાં બદમાશ જેઠ અમરિશ પુરીને સંભળાવે છે. સંવાદની આગવી અદાયગી સ્મિતાની ખાસિયત હતી. સ્મિતા પાટીલે ૧૨ વર્ષની ફ્લ્મિી કરિયરમાં ૮૦ જેટલી ફ્લ્મિોમાં અભિનય કર્યો હતો જેમાં હિન્દી ઉપરાંત મરાઠી અને મલયાલમ ફ્લ્મિોનો પણ સમાવેશ થાય છે. આર્ટ ફ્લ્મિોથી શરૂઆત કરીને કોર્મિસયલ ફ્લ્મિોમાં પણ સ્મિતા પાટીલે ધારી સફ્ળતા મેળવી હતી. પછી માત્ર ૩૧ વર્ષની ઉંમરે સ્મિતાએ પ્રસવ પછીના કોમ્પ્લીકેશન્સના પરિણામે આ ફાની દુનિયામાંથી એક્ઝિટ લઈ લીધી હતી.

કેતન મહેતાની ફ્લ્મિ ‘મિર્ચ મસાલા’ સ્મિતા પાટીલના અવસાન બાદ (૧૯૮૭માં) રિલીઝ થઇ હતી. સ્મિતા પાટીલે તેમાં એક એવી કામદાર સ્ત્રીની ભૂમિકા ભજવી હતી જે લંપટ અધિકારી સામે ઝઝૂમે છે. ૨૦૧૩માં ફેર્બ્સ મેગેઝિને બોલિવૂડની ૨૫ યાદગાર પરફેર્મન્સની યાદી બહાર પાડી ત્યારે તેમાં સ્મિતા પાટીલની ‘મિર્ચ મસાલા’ની ભૂમિકાને પણ સ્થાન મળ્યું હતું.

સ્મિતા પાટીલનો જન્મ ૧૭મી ઓક્ટોબર, ૧૯૫૫ના રોજ પૂણેમાં થયો હતો. પિતા શિવાજીરાવ પાટીલ રાજકારણી હતા અને માતા સમાજસેવિકા હતાં. શિવાજીરાવ પાટીલ મિનિસ્ટર થયા બાદ સપરિવાર મુંબઈ શિફ્ટ થયા હતા. તે સમયે સ્મિતાનો અભ્યાસ પૂણેની ર્ફ્ગ્યુસન કોલેજમાં ચાલતો હોઈ તેણે પૂણેમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તે દિવસોમાં જ સ્મિતા પાટીલને અભિનયમાં દિલચશ્પી જાગી હતી. તેણે પૂણે ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં એડમિશન મેળવીને ગ્રેજ્યુએશન કર્યું હતું. સ્મિતા પાટીલે ૧૯૭૦ના દસકમાં દૂરદર્શન પર મરાઠી ન્યૂઝ રીડર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

સ્મિતા પાટીલને હિન્દી ફ્લ્મિોમાં પ્રથમ બ્રેક આપવાનું શ્રેય શ્યામ બેનેગલને જાય છે. એ ફ્લ્મિ હતી ‘ચરણ દાસ ચોર’. જોકે તે ફિલ્મ રજૂ થાય એ પહેલાં તેની ‘નિશાંત’ રિલીઝ થઇ ચૂકી હતી. ત્યાર બાદ આવી ‘મંથન’, ‘ભૂમિકા’ અને ‘ગમન’. ‘ભૂમિકા’ની વાર્તા એક અભિનેત્રીની કથા હતી. વાસ્તવમાં તે ફ્લ્મિ જાણીતા મરાઠી અભિનેત્રી હંસા વાડકરની આત્મકથા ‘સાંગ્ત્યે આઇકા’ પર આધારિત હતી. આ ફિલ્મમાં સહકલાકાર અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ અને અમરીશ પુરી પણ હતા. ૧૯૮૦માં સ્મિતા પાટીલની રિલીઝ થયેલી ગુજરાતી ફ્લ્મિ એટલે ‘ભવની ભવાઈ’ જેના નિર્દેશક હતા કેતન મહેતા. જેમાં સાથી કલાકારોમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, દીના પાઠક, મોહન ગોખલે, બેન્જામીન ગિલાની,ગોપી દેસાઈ વગેરે હતાં. ‘ભવની ભવાઈ’ને અનેક એવોર્ડ મળ્યા હતા.

યુનેસ્કો ફ્લ્મિ ફ્સ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય ફ્લક પર તે ફ્લ્મિને સ્થાન મળ્યું હતું. ૧૯૮૧માં ‘ચક્ર’ અને ૧૯૮૨માં આવેલી ‘અર્થ’માં સ્મિતા પાટીલના અદ્ભુત અભિનયને દર્શકોની ખાસ્સી દાદ મળી હતી. ‘ચક્ર’ માટે સ્મિતા પાટીલને નેશનલ એવોર્ડ તથા ફ્લ્મિફ્રનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તે અગાઉ ‘ભૂમિકા’ માટે પણ સ્મિતા પાટીલને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.૧૯૮૩માં રિલીઝ થયેલી ‘અર્ધ સત્ય’માં સ્મિતા પાટીલે તેના ભાગે આવેલા રોલને પરફ્ક્ટ ન્યાય આપ્યો હતો.

રાજ બબ્બર સાથેની ફ્લ્મિ ‘ભીગી પલકેં’માં સ્મિતા પાટીલનો રોલ એક શંકાશીલ અને સનકી પતિ (રાજ બબ્બર)ની પત્નીનો હતો. ‘ભીગી પલકેં’ના શૂટિંગ સમયે જ સ્મિતા પાટીલ અને રાજ બબ્બર નજીક આવ્યાં હતાં. બંનેએ કુલ ૧૮ ફ્લ્મિોમાં સાથે કામ કર્યું હતું જેમાંની કેટલીક ફ્લ્મિો તો સ્મિતા પાટીલના અવસાન બાદ રિલીઝ થઇ હતી.

કર્મિસયલ ફ્લ્મિોની વાત કરીએ તો અમિતાભ સાથેની ‘નમક હલાલ’ અને ‘શક્તિ’ સુપરહિટ ફ્લ્મિો રહી હતી. ૧૯૮૫માં રિલીઝ થયેલી જે.ઓમપ્રકાશની ‘આખિર ક્યોં?’ નાયિકાપ્રધાન ફ્લ્મિ હતી. ફ્લ્મિની વાર્તાના પાયામાં પતિએ છોડી દીધેલી પત્ની એટલે કે ત્યકતાની સમસ્યાની વાત હતી. એક સમયે જે આશ્રમનું ઉદ્ઘાટન ફ્લ્મિની નાયિકા સ્મિતા પાટીલે કર્યું હતું તે જ આશ્રમમાં તેને રહેવા જવું પડે છે તેવા સંજોગોનું નિર્માણ થાય છે.

સ્મિતા પાટીલે રિયલ લાઈફ્માં જે દૂરદર્શનમાં એક જમાનામાં નોકરી કરી હતી તે જ વાત આ ફિલ્મની રીલ લાઈફ્માં દર્શાવવાનું તેના ભાગે આવ્યું હતું. ‘દુશ્મન ના કરે દોસ્તને વોહ કામ કિયા હૈ… ઉમ્ર ભર કા ગમ હમેં ઇનામ દિયા હૈ’ લતાજીના કંઠે ગવાયેલું કર્ણપ્રિય ગીત તે જમાનામાં ખાસ્સું લોકપ્રિય થયું હતું. ફ્લ્મિના અંતમાં રાજેશ ખન્ના પતિથી અલગ રહેતી પ્રૌઢ સ્મિતાની માંગ ભરી ને કહે છે… “મર્દ જબ ભી ચાહે, બહારોંવાલા મૌસમ લા સકતા હૈ.. લેકિન ઔરત કી ઝીંદગી મેં પતઝડ આ કર કયું રૂક જાતા હૈ? આખિર ક્યું ?”

૨૮ નવેમ્બર, ૧૯૮૬ના રોજ સ્મિતા પાટીલની તબિયત પુત્ર પ્રતીકના જન્મ બાદ અચાનક લથડી હતી. ‘દર્દ કા રિશ્તા’માં ‘દર્દ સહા જાતા હૈ બાંટા નહિ જાતા’ બોલનાર આ સંવેદનશીલ અભિનેત્રીએ પંદર દિવસ સુધી પારાવાર યાતના ભોગવી હતી. તે રીતસર મોત સામે ઝઝૂમી હતી. જોકે સ્મિતાનું આયુષ્ય જ ખૂટી પડયું હતું. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ તેણે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી હતી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન