26 year old remi ouvrard create world record for standing and dancing
  • Home
  • Featured
  • Video: હવામાં બલુન પર એક શખ્સે કર્યુ એવું કામ કે, રૂંવાડા ઉભા થઈ જશે

Video: હવામાં બલુન પર એક શખ્સે કર્યુ એવું કામ કે, રૂંવાડા ઉભા થઈ જશે

 | 5:15 pm IST

આકાશની ઉંચાઈને આંબવા મથતા આ એક શખ્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ માટે આ માણસ ફ્રાન્સમાં હવામાં અધ્ધર તાલ હોટ એયર બલુન પર ડાન્સ કરી લોકોને જોતા કરી દીધા.

આ ખતરનાક કામ કરનાર શખ્સનું નામ છે રેમી ઓવરાર્ડ જે 26 વર્ષનો છે. રસપ્રદ વાતતો એ છે કે આ બલુનને તેના પિતા ચલાવી રહ્યા હતા જેના પર આ શખ્સ નાચી રહ્યો છે.

જ્યારે રેમી બલુન પર ઉભો હતો ત્યારે સમુદ્રતટથી 3250 ફૂટ ઉંચાઈએ હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર હોટ એયર બલુનના ટોપ પર ઉભા રહીને આ રીતે ડાન્સ કરે તેવો આજ સુધી કોઇ રેકોર્ડ ન હતો, જો કે 2016માં આઓ જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક શખ્સ બલુન પર બેલેન્સ કરતો નજરે ચડ્યો હતો. જો કે આ મહાશય તો ડાન્સ કરી દીલ ધડક સ્ટંટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન