આ ઘરેલું ઉપચારથી એક જ સપ્તાહમાં દૂર કરો ખીલની સમસ્યા – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આ ઘરેલું ઉપચારથી એક જ સપ્તાહમાં દૂર કરો ખીલની સમસ્યા

આ ઘરેલું ઉપચારથી એક જ સપ્તાહમાં દૂર કરો ખીલની સમસ્યા

 | 8:23 pm IST

ખીલની સમસ્યાને દૂર કરવા આપણે ઘણા બધા ઉપાય કરીએ છીએ. ડોક્ટરની પાસે જઈ તો પણ આ સમસ્યા દૂર થતી નથી. આજે અમે તમને કેટલાંક ઉપચાર જણાવીશું. જેના ઉપયોગથી તમને ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે.

– બરફ :

બરફના ટુકડાથી ખીલની સમસ્યાથી જલ્દી રાહત મળે છે. બરફ ખીલની લાલાશને દૂર કરે છે જેનાથી સોજો ઓછો થઈ જાય છે. બરફ ઘસવાથી ખીલની આજુ-બાજુનો કચરો સાફ થઈ જાય છે. એક કપડામાં બરફનો ટુકડો રાખીને તેને થોડી વાર સુધી ચહેરા પર ઘસો.

– લીમડાના પાન :

લીમડાના પાનને ક્રશ કરીને તેને ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યામાંથી છૂટકારો મળશે. તેના પાનને પાણીમાં ઉકાળો અને તે ઠંડુ થાય પછી તેનાથી મોઢુ ધોવું, તેનાથી ખીલની સમસ્યા દૂર થશે.

– સ્ટીમ :

ચહેરાની ચમક માટે સ્ટીમ બહુ જરૂરી છે. તે માત્ર મેલ નથી સાફ કરતો પણ તે ચહેરાને કોમળ બનાવે છે. જો કે સ્ટીમ લેવાથી ચહેરાનાં છિદ્રો ખુલી જાય છે. તેમજ સ્ટીમ લેવાથી ચહેરા પર કચરો નથી રહેતો અને તેનાથી ખીલની સમસ્યાથી રાહત મળે છે.

-ટૂથપેસ્ટ લગાવવી :

સફેદ ટૂથપેસ્ટ બરફ જેવું કામ કરે છે. સફેદ ટૂથપેસ્ટને એક કલાક સુધી ખીવ પર લગાવીને રાખો. પરંતુ તે ધ્યાનમાં રાખવું કે તે ટૂથપેસ્ટ જેલ વાળી ના હોવી જોઈએ. ખીલને દૂર કરવા માટે સફેદ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો.

-સંતરાની છાલ :

સૌથી પહેલા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો તેનાથી ચહેરાના છિદ્રો ખુલી જશે. તેના પછી સંતરાની છાલને ખીલ પર લગાવવી. તેને એક કલાક સુધી લગાવીને રાખો. સંતરાની છાલમાં રહેલાં વિટામિન સી તમને ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.