કીડીના ઉપદ્રવથી કાયમી મુક્તિ મેળવવા અજમાવો આ નુસખો - Sandesh
NIFTY 10,564.65 +38.45  |  SENSEX 34,434.20 +102.52  |  USD 65.7450 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • કીડીના ઉપદ્રવથી કાયમી મુક્તિ મેળવવા અજમાવો આ નુસખો

કીડીના ઉપદ્રવથી કાયમી મુક્તિ મેળવવા અજમાવો આ નુસખો

 | 4:02 pm IST

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ઘરમાં વધી જાય છે કીડી, મકોડા, મચ્છરનો ઉપદ્રવ. આ જીવજંતુઓ સૌથી વધારે તો રસોડામાં ઉધમ મચાવે છે. ગરમીના સમયમાં તો પીવાના પાણીના મટલા આસપાસ પણ કીડીઓ ફરકવા લાગે છે. તેને દૂર કરવા માટે લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક સ્પ્રે કે દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઉનાળામાં તમારે આમ નહીં કરવું પડે. કારણ કે અહીં તમને કેટલાક એવા ઉપાય વિશે જાણવા મળશે જેનાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય અને કીડી જેવા જીવજંતુઓ ઘરમાંથી દૂર થઈ જશે.

– કીડીના ત્રાસમાંથી મુક્ત થવા માટે એક દોરામાં લીંબુ અને મરચાં બાંધી કીડી નીકળી હોય તેવા દર પાસે રાખી દો. કીડીઓ નીકળતી બંધ થઈ જશે.
– રસોડા નજીક પેસેજ હોય ત્યાં તુલસીનો છોડ રાખવો અને પ્લેટફોર્મ જેવી જગ્યાઓએ વિનેગર નાંખી પોતું કરવું.
– કીડી નીકળતી હોય ત્યાં હળદર છાંટવી અને લીંબુના થોડા ટીપાં નાંખી દેવા.
– જો ઘરમાં ગરોળીનો ત્રાસ વધી ગયો હોય તો દીવાલ પર મોરનું પીંછું લગાવી દેવું.
– જો ઉંદર નીકળતા હોય તો એ જગ્યા પર તુટેલા કાચનો ટુકડો રાખી દેવો.
– કેરોસીનનું પોતું કરવાથી પણ કીડીઓનો ઉપદ્રવ ઘટી જાય છે.