NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.7550 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • જીદ્દી ડાર્ક સર્કલને દૂર કરવાનો આ છે અકસીર ઈલાજ

જીદ્દી ડાર્ક સર્કલને દૂર કરવાનો આ છે અકસીર ઈલાજ

 | 3:44 pm IST

કલાકો કમ્પ્યૂટરની સામે આંખ રાખીને કામ કરતા રહેવું, મોડી રાત સુધી જાગવું, જેનું પરિણામ તમારી આંખના નીચે કાળા કુંડાળાના રૂપમાં ઉભરીને સામે આવે છે. સફેદ વાળ કે ચહેરાની કરચલીઓથી ઘણું વધારે આંખ નીચેના કાળા કુંડાળા તમારી વધતી ઉંમરનો પરિચય આપે છે. જો તમે કાળા કુંડાળાથી પરેશાન છો, તો તમે ઘરે બેઠા આ કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો.

ટી બેગ
ફ્રીઝમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બંને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો.

ઠંડક
ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ્ કપડું લો અને થોડી મિનિટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડાંમાં બરફ્નો ટુકડો લો અને કેટલીક મિનિટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો.

ફૂદીનો
ફૂદીનાના પત્તાને હાથથી પીસી લો, ફૂદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, તેને દરરોજ બે ટાઈમ કરો.

મલાઈ
બે ચમચી મલાઇ અને એક અડધી ચમચી હળદર મેળવો, તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રહેવા દો, પછીથી તેને હુંફળા પાણીથી ધોઈ લો.

કાકડી કે બટાકાનો રસ
આંખના કાળા કુંડાળાની આજુબાજુ કાકડી કે બટાકાનો રસ પણ લગાવીને ઘણી હદ સુધી કાળા કુંડાળાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

1