NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આ રીતે ઘુંટણની કાળશ તુરંત કરો દૂર, પછી બેફિકર થઈ પહેરો શોર્ટસ

આ રીતે ઘુંટણની કાળશ તુરંત કરો દૂર, પછી બેફિકર થઈ પહેરો શોર્ટસ

 | 7:00 pm IST

મોટાભાગના લોકોના હાથની ત્વચાની સરખામણીમાં કોણીની ત્વચા વધારે શ્યામ અને રૂક્ષ હોય છે. આ રીતે જ પગમાં પણ ઘૂંટણ કાળા દેખાતાં હોય છે. લોકોના મનમાં માન્યતા હોય છે કે આ તો કુદરતી રીતે જ હોય છે. પરંતુ તેમ હોતું નથી, કોણી અને ઘુંટણની ત્વચા વધારે પડતી કાશી અને રૂક્ષ બેદરકારીના કારણે થાય છે. સામાન્ય રીતે લોકો પોતાના ચહેરા, વાળની જ માવજત કરતાં હોય છે. કેટલાક લોકો પેડીક્યોર કે મેનીક્યોર કરાવતાં હોય છે પરંતુ મોટાભાગના લોકો કોણી અને ઘૂંટણની માવજત કરવાનું લોકો ભુલી જાય છે અને તેના કારણે આ સમસ્યા વકરે છે. તો જો આજ સુધી તમે પણ ન કરી હોય શરીરના આ ભાગોની માવજત તો આજથી આ રીત અપનાવી શરૂ કરી દો સ્કીન કેર.

– ઘૂંટણની અને કોણીની કાળી પડેલી અને કઠોર થઈ ગયેલી કોણી પર અડધા લીંબુ પર ખાંડ રાખી અને મસાજ કરો. 10થી 15 મિનિટ સુધી મસાજ કરી તેને સાફ કરી દો. 1 સપ્તાહ આ ઉપાય કરવાથી ઘૂંટણ અને કોણીની ત્વચા મુલાયમ અને ગોરી થઈ જશે.

– લીંબુ અને ગુલાબજળ સમાન માત્રામાં લઈ કોણી અને ઘૂંટણ પર લગાવવા. આ મિશ્રણ દિવસમાં 2થી 3 વાર લગાવી શકાય છે. તેનાથી ત્વચા સોફ્ટ થશે અને કાળાશ દૂર થવા લાગશે.

– લીંબુનો રસ કાઢી તેમાં ખાંડનો પાવડર ઉમેરો આ પેસ્ટને હાથ પર લગાવો અને 10 મિનિટ મસાજ કરો. હાથ પરની મૃત ત્વચા દૂર થશે અને હાથ પર ઈન્સટંટ ગ્લો દેખાશે.

– મધ અને લીંબુને સરખી માત્રામાં મીક્ષ કરી અને તેને કોણી અને ઘૂંટણ પર લગાવો. આ પેકને 10 મિનિટ રાખી અને હુંફાળા પાણીથી સાફ કરો.