remove virus from your android smartphone follow these steps
  • Home
  • Featured
  • એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી આ રીતે હટાવો વાઇરસ, નહિં તો થશે ભારે નુકસાન

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી આ રીતે હટાવો વાઇરસ, નહિં તો થશે ભારે નુકસાન

 | 12:22 pm IST

એન્ડ્રોઇડ એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઓપન સોર્સ હોવાને કારણે સિક્યોરિટી માટે વારંવાર ચર્ચામાં રહે છે. હેકિંગ અને ડેટાચોરી સિવાય વાયરસ અને માલવેર એટેક્સનો શિકાર એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ ઘણીવાર બને છે. Google પણ તેના માટે સમય-સમય પર સિક્યોરિટી પૅચ અપડેટ્સ અને પ્લે પ્રોટેક્ટ્સ જેવા ફિચર્સ લાવતું રહે છે. તેના સિવાય ઘણા બધા એવા માર્ગો છે, જેનાથી માલવેર અથવા વાયરસ એન્ડ્રોઇડ ઉપકરણ સુધી પહોંચે છે. સારી વાત એ છે કે ઇન્ફેક્ટેડ એપ્લિકેશનની શોધની ઘણી રીત છે અને માલવેર અથવા વાયરસ પણ હટાવી શકાય છે. જેમાં વાઇરસ એટેકથી આ રીતે બચાવો તમારો સ્માર્ટફોન.

જોકે, ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ માટે સમય-સમય પર સિક્યોરિટી પેચ અપડેટ અને પ્લે પ્રોટેક્શન વગેરે જાહેર કરે છે. સાથે જ ગૂગલે પ્રભાવિત કરી શકે તેવી એપના ડાઉનલોડિંગ ચાન્સને પણ ઓછો કરી દીધો છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા એન્ટી વાઇરસ એપ ઉપલબ્ધ છે. જે આપના સ્માર્ટફોનને એક એક્સ્ટ્રા સિક્યોરિટી લેવલ આપી શકે છે. પરંતુ ત્યારે શું કરવું જ્યારે આપનો સ્માર્ટફોન પહેલાથી જ વાઇરસની લપેટમાં આવી ગયો હોય. જો તમારા મોબાઇલ પર વધુ પડતી જાહેરાત, ડેટા એરર, ફોન સ્લો થવો, બેટરી જલ્દી પૂર્ણ થવી જેવા લક્ષણો જોવા મળે છે તો સમજી જાવ કે આપનો ફોન વાઇરસની લપેટમાં આવ્યો છે.

વાઇરસ એટેકથી બચવા અપનાવો આ ઉપાય:

સૌથી પહેલા તમારો સ્માર્ટફોન ઓફ કરો અને વોલ્યૂમ, પાવર બટનનો ઉપયોગ કરી રીબૂટ કરો. એકવાર જ્યારે બૂસ્ટલોડર ઓપન થઇ જાય, તો રિસ્ટાર્ટ ઇન સેફ મોડનો વિકલ્પ પસંદ કરો. બાદમાં સેટિંગમાં જાઓ અને ફરીથી એપમાં જાઓ. ત્યાર બાદ લિસ્ટ ચેક કરો અને એ એપ પર ફોકસ કરો, જેને તમે ડાઉનલોડ કરી ન હતી. જો એવી એપ મળે છે તો તેના પર ટેપ કરો.

ત્યારબાદ એક અન-ઇન્સ્ટોલ બટન નજરે પડશે. આ એપને રીમૂવ કરો. જો આ અન ઇન્સ્ટોલ બટન નજર ના આવે તો એડમિન એક્સેસને રીમૂવ કરો. આમ કરવા માટે સેટિંગમાં જાવ, બાદમાં સિક્યોરિટી, ત્યારબાદ ડિવાઇસ એડમિનિસ્ટ્રેટર અને એપ સિલેક્ટ કરો અને ફરી એને અન ઇન્સ્ટોલ કરો. એ બાદ આપનો સ્માર્ટફોન ફરીવાર સ્ટાર્ટ કરો. સ્માર્ટ ફોનને રિસ્ટાર્ટ કરો. એ માટે આપે સેટિંગમાં જવું, ત્યાં સિસ્ટમ સિલેક્ટ કરો. તેમા રિસ્ટે ઓપ્શન અને અંતે ઇરેજ ઓલ ડેટા પર જવું. આ રીતે સ્માર્ટફોનને વાઇરસથી બચાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન