પર્સને હંમેશા પૈસાથી ભરેલું રાખવા ક્યારે વોલેટમાં ન રાખવી આ વસ્તુંઓ - Sandesh
  • Home
  • Astrology
  • પર્સને હંમેશા પૈસાથી ભરેલું રાખવા ક્યારે વોલેટમાં ન રાખવી આ વસ્તુંઓ

પર્સને હંમેશા પૈસાથી ભરેલું રાખવા ક્યારે વોલેટમાં ન રાખવી આ વસ્તુંઓ

 | 7:41 pm IST

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેનું વોલેટ હંમેશા પૈસાથી ભરેલું હોય. પરંતુ કેટલીક વાર વોલેટમાં કેટલીક એવી વસ્તુંઓ હોય છે જેના કારણે પૈસાની અછત ઉભી થાય છે. જ્યોતિષના અનુસાર, કેટલીક એવી વસ્તું પર્સમાં રાખવાથી માત્ર ધનનું નુકસાન નથી થતું પણ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

કાગળો :

પર્સમાં જુના કાગળિયા રાખવાથી પૈસા નથી રહેતા અને લક્ષ્મીજીને પણ આવી વસ્તુંઓ પસંદ નથી.

જુની-ફાટેલી નોટ :

જુની ફાટેલી નોટ તમારા કોઈ પણ કામમા નથી આવતી એટલા માટે તેને તમારા પર્સની અંદર ન રાખવી જોઈએ. તેનાથી પર્સમાં પૈસા નથી રહેતા.

બ્લેડ-ચાકુ :

બ્લેડ-છરીને રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. સાથે આ વસ્તું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મૃત વ્યક્તિની તસવીર :

પર્સમાં કોઈ મૃત વ્યક્તિની તસવીર રાખવાનું અશુભ માનવામાં આવે છે એટલા માટે પોતાના પર્સમાં તેને જલ્દીથી હટાવી દો.

ભગવાનની તસવીરો :

દેવી-દેવતાઓની તસવીર રાખવાની જગ્યાએ તમે તેના યંત્રને તમારા પર્સમાં રાખી શકો છો.

જુના બિલ :

જુના બિલને પર્સમાં ક્યારે પણ સાચવી ન રાખવા. તેનાથી પર્સમાં પૈસા નથી રહેતા.