ફર્નિચર પરની ઉધઇ દૂર કરવા માટેની સરળ પદ્ધતિ - Sandesh
 • Home
 • Supplements
 • Nari
 • ફર્નિચર પરની ઉધઇ દૂર કરવા માટેની સરળ પદ્ધતિ

ફર્નિચર પરની ઉધઇ દૂર કરવા માટેની સરળ પદ્ધતિ

 | 12:15 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

દરેક મહિલા પોતાના ઘરની સજાવટમાં અને સાફ સફાઇમાં વિશેષ ધ્યાન આપતી જ હોય છે. ટ્રેન્ડ પ્રમાણે ઘરની સજાવટ માટે તે મોંઘા ફર્નિચર પણ ખરીદે છે. લાકડાના મોંઘા ફર્નિચરમાં ઉધઇ લાગવાનો ભય સૌથી વધારે હોય છે. જો ફર્નિચરમાં કોઇ કારણોસર ઉધઇ લાગી જાય તો લાખોનું નુકસાન થાય છે. તેવામાં નુક્સાનથી બચવા માટે ફર્નિચરની સંભાળ લેવી પડે છે. ફર્નિચરને આ પ્રકારના નુકસાનમાંથી બચાવવા માટે ઘરેલુ ઉપચાર  કરી શકો છો. આવો ફર્નિચરને ઉધાઇથી બચાવવા માટે નુસખા વિશે માહિતી મેળવીએ.

 • ઉધાઇ લાગી હોય તે ફર્નિચરને થોડા સમય સુધી તડકે રાખો, સૂર્યપ્રકાશના કિરણો ફર્નિચર પરની ઉધઇને દૂર કરે છે.
 • ઉધઇ લાગેલ ફર્નિચરની પાસે ભીની લાકડી મુકી રાખો, પછી ચાર દિવસ તડકામાં રાખો.
 • ઉધઇને નષ્ટ કરવા માટે લીમડાનું તેલ પણ એક સહેલો ઉપાય છે. પરંતુ લીમડાનું તેલ ઝડપી કામ કરતું નથી પણ લાંબાગાળે અસર કરે છે.
 • જો તમારા ફર્નિચરને ઉધઇ લાગે તો બોરેક્સ કે સોડિયમને ઉધઇ લાગેલી જગ્યાએ લગાવો.
 • સાબુના પાણીથી પણ ઉધઇનો નાશ થાય છે, તો તે માટે પાણીમાં ડિશવોશ કે સાબુ ઓગાળીને તેના મિશ્રણને ફર્નિચર પર છાંટો. થોડાસમયમાં ફાયદો જોવા મળશે.
 • ઉધઇ લાગેલા ભાગમાં સફેદ સોડાને છાંટો તેનાથી ઉધઇ નષ્ટ થઇ જશે.
 • પાણીમાં મીઠું મિક્સ કરો, આ તૈયાર કરેલા પાણીને ફર્નિચર પર છાંટો. થોડા દિવસો બાદ ઉધઇ દૂર થશે.

[email protected]