ભાડાનું મકાન પણ બની જશે તમારું, જાણો કેવી રીતે - Sandesh
NIFTY 10,521.25 -7.10  |  SENSEX 34,310.55 +5.12  |  USD 65.6300 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભાડાનું મકાન પણ બની જશે તમારું, જાણો કેવી રીતે

ભાડાનું મકાન પણ બની જશે તમારું, જાણો કેવી રીતે

 | 4:09 pm IST

ભાડાના ઘર માટે કેન્દ્ર સરકાર એક પોલીસી પર વિચાર કરી રહી છે જેમાં ઘર વિહોણા લોકોને સરકારી સંસ્થાનોમાં મકાન ભાડા પર મળશે. એટલું જ નહીં તેમની પાસે આ મકાનને સરળ હપ્તા ભરીને ખરીદવાનો પણ વિકલ્પ હશે. મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ બોર્ડ એન્ડ અર્બન પોપર્ટી એવિએશન પ્રમાણે આ સ્કીમનું નામ ‘રેંટ ટુ ઓન’ હશે. જેમાં કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેંટલ હાઉસીંગ પોલીસી અંતર્ગત લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ તથા આવાસમંત્રી વેંકૈયા નાયડૂએ ગુરૂવારે કહ્યું કે આ વિધેયકને મંજૂરી માટે કેબિનેટ સામે મુકવામાં આવશે.

કઈ રીતે લેશો ‘રેંટ ટુ ઓન’ સ્કીમનો લાભ
આ સ્કીમ અંતર્ગત શરૂઆતના કેટલાક વર્ષો માટે ઘરને લીઝ પર આપવામાં આવશે. ખરીદદારે પ્રત્યેક મહિને બેંકમાં EMIની જેમ નિશ્ચિત રકમ ભરવાની રહેશે. જેમાંથી કેટલીક રકમ ભાડા પેટે કપાશે જ્યારે બાકીની રકમ જમા થઈ જશે. ખરીદદાર પાસેથી જમા થયેલ રકમ જ્યારે મકાનની કિંમતના 10 ટકાએ પહોંચશે ત્યારે મકાન જે તે વ્યક્તિના નામે નોંધી દેવામાં આવશે. જો લીઝ પર લેનાર વ્યક્તિ આ રકમ જમા નથી કરાવી શકતો તો સરકાર આ મકાનને ફરી અન્યને વેચી દેશે. આ ઉપરાંત ભાડા સાથે જમા કરાયેલ રકમ ભાડુઆતને વ્યાજ વગર પાછી આપી દેવાશે.

મકાન ખરીદનારને દોઢ લાખની સબસીડી
સરકાર અંગત જમીન પર બનાવેલ મકોનોની ખરીદ પર ગરીબ તબક્કાના લોકોને દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાનું વિચાર કરી રહી છે. વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, પ્રાઈવેટ ડેવલોપર્સના અફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટસના ઉદ્ધાટન પછી જ મંત્રાલય આના પર વિચાર કરતી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે 2008 શહેરો અને નગરોમાં 17.73 લાખ શહેરી ગરીબો માટે આવાસોને મંજૂરી આપી છે.