14 વર્ષ પછી અલગ અવતારમાં જોવા મળશે સલમાનની ભાભી - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.8825 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Education
  • 14 વર્ષ પછી અલગ અવતારમાં જોવા મળશે સલમાનની ભાભી

14 વર્ષ પછી અલગ અવતારમાં જોવા મળશે સલમાનની ભાભી

 | 12:37 pm IST

ફિલ્મ ‘3 Stories’ નું ટ્રેલર રિલીઝ થવાની સાથે ચર્ચામાં છે. આમ તો આ ટ્રેલરમાં ઘણા એક્ટર્સ જોવા મળી રહ્યા છે, પરંતુ એક અભિનેત્રીનો લુક જોઈને બધા ચોંકી ઉઠ્યા છે અને તે છે રેણુકા શહાણે. રેણુકા ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ માં માધુરી દિક્ષિતની બહેન અને સલમાન ખાનની ભાભીનાં રોલમાં જોવા મળી હતી. રેણુકાને બધા સલમાનની ભાભી તરીકે જ યાદ રાખે છે. પરંતુ ‘3 Stories’ માં તે એકદમ અલગ દેખાય છે અને આ ફિલ્મમાં તેનો રોલ પણ એકદમ અલગ છે. ‘3 Stories’ માર્ચમાં રિલીઝ થવાની છે. રેણુકા 14 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે.

સૂત્રોના અનુસાર, રેણુકાનું કહેવું છે હવે તેનાં બાળકો મોટા થઈ ગયા છે એટલા માટે હવે તે ફિલ્મોમાં કામ કરશે. વર્ષ 2004માં ફિલ્મ ‘દિલ ને જીસે અપના કહા’ માં જોવા મળી હતી. તેને કહ્યું કે, ‘3 Stories’ની કહાની બહુ સારી છે એટલા માટે તે આ ફિલ્મ કરવા માટે બહુ ઉત્સાહિત છે. જ્યારે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ તેને આ ફિલ્મ કરવાની હા પાડી હતી. આ ફિલ્મમાં તેનો લુક એકદમ અલગ અને દમદાર હશે.