Replancement of MS Dhoni in Team India after his retirement
  • Home
  • Sports
  • Cricket
  • આ ત્રણ યુવા ક્રિકેટર બની શકે છે મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’

આ ત્રણ યુવા ક્રિકેટર બની શકે છે મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’

 | 8:09 pm IST

વર્લ્ડ કપમાં સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારીને ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ફેન્સને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને 18 રનોથી માત આપી હતી. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. પણ ધોની રન આઉટ થતાં જ ભારતની તમામ આશાઓ પર પાણી ફરી ગયું હતું. આ મેચ બાદ મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની ચર્ચાએ જોર પકડ્યું હતું.

જો કે, મહેન્દ્રસિંહ ધોની અને બીસીસીઆઈ આ મામલે હજુ સુધી કાંઈ કહ્યું નથી. તેમ છતાં ધોનીના સંન્યાસની ખબરોનું બજાર ગરમ થઈ ચૂક્યું છે. ધોની 38 વર્ષનો થઈ ચૂક્યો છે. એ નક્કી છે કે, 2023માં ભારતમાં થનાર વર્લ્ડ કપનો તે ભાગ નહીં હોય. તેવામાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે, મહેન્દ્રસિંહ ધોની સંન્યાલનું એલાન કરશે, તો તેના બાદ કોણ ધોનીનું ઉત્તરાધિકારી હશે. આવી પરિસ્થિતિમાં ત્રણ ખેલાડીઓનાં નામ સામે આવે છે, કે જે ધોનીની જગ્યા લઈ શકે છે.

ઈશાન કિશનઃ ઝારખંડથી ધોનીના ટીમમેટ ઈશાન કિશન તેનું આદર્શન રિપ્લેસમેન્ટ હોઈ શકે છે. 20 વર્ષીય ઈશાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારી શરૂઆત કરી છે. આઈપીએલમાં ઈશાન 2019માં વિનર મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ હતો. તે સ્પિન અને ફાસ્ટ બોલર્સને આરામથી રમી શકે છે. અને તે ધોનીની જેમ આક્રમક ક્રિકેટ રમે છે, અને કોઈપણ નંબરે બેટિંગ કરી શકે છે. એટલું જ નહીં, પણ આઈપીએલમાં તેણે વિકેટકીપિંગમાં પણ પોતાને સાબિત કર્યો છે. આ તમામ બાબતો તેને ધોનીનો મજબૂત વિકલ્પ બનાવે છે.

ઋષભ પંતઃ ધોનીના રિપ્લેસમેન્ટ માટે પંત સૌથી ફેવરિટ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. તેણે પોતાના સ્ટ્રોકપ્લેથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ડાબા હાથના બેટસમેન પંતે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે. તો સાથે જ વર્લ્ડ કપ 2019ની છેલ્લી ઘડીએ પંત ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. તેણે ફક્ત બે મેચો રમી હતી, પણ તેમાં તેણે પોતાના સાહસનો પરચો દેખાડ્યો હતો. જો કે તેની વિકેટકીપિંગને નબળી ગણવામાં આવે છે, પણ હાલ તે વિકેટકીપિંગને સુધારવા માટે મહેનચ કરી રહ્યો છે.

સંજૂ સેમસનઃ વન-ડેમાં સંજૂ સેમસનની પસંદગી ન કરાતાં ફેન્સ અને કેટલાય દિગ્ગજો માટે નિરાશાજનક રહી હતી. આઈપીએલમાં તેણે પોતાના ક્લાસ દેખાડ્યો હતો. પણ તે વન-ડે માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવી શક્યો. 24 વર્ષના સંજૂ સેમસનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 36.81 છે. તેના વિશે કહેવાય છે કે, તેનામાં ઈન્ટરનેશનલ સ્તરે પર્ફોર્મ કરવાની પ્રતિભા છે. તે લાંબા સમય સુધી નંબર 4 પર રમતો આવ્યો છે. હવે જોવાનું રહેશે કે, સિલેક્ટર્સ સંજૂને ટીમ ઈન્ડિયામાં મોકો આપે છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન