reply-privately-for-group-message-whatsapp-beta-report
  • Home
  • Featured
  • WhatsAppમાં આવ્યુ આ નવુ ફિચર્સ કરશે આ રીતે કામ

WhatsAppમાં આવ્યુ આ નવુ ફિચર્સ કરશે આ રીતે કામ

 | 2:08 pm IST

દુનિયાનું સૌથી વધુ ઉપયોગ કરનાર ઇન્સ્ટટ મેસેજિંગ એપ વોટ્સએપમાં એક નવુ ફીચર્સ જોડાઈ ચુક્યુ છે. આ ફિચર્સથી યૂઝર્સ ગ્રુપ મેસેજનો પ્રાઈવેટમાં રિપ્લાઈ આપી શકશે. આ ફિચર્સનું નામ છે રિપ્લાઈ પ્રાઈવેટલી આના ઉપયોગથી વોટ્સએપ ગ્રુપના મેસેજને પ્રાઈવેટમાં રિપ્લાઈ કરી શકાશે.

હાલ પણ ગ્રુપમાં આરીતે મેસેજ કરી શકાતા હતા પણ તે આખા ગ્રુપમાં દેખાતા હતા. આ નવા ફીચર્સથી યૂઝર સીધા એ મેસેજની સાથે સેન્ડર સાથે વાત કરી શકશે.

આ ફીચર્સ તમામ વોટ્સએપ ગ્રુપ પર લાગુ થશે તમે આ ફીચર્સથી જુના મેસેજનો જવાબ પણ આપી શકશો. એક રિપોર્ટ અનુસાર ફીચર વોટ્સએપનના એન્ડ્રોઈડ માટે બીટા વર્ઝનમાટે છે. આવનારા સમયમાં આ ફીચર્સ તમામ માટે ઉપલબ્ધ થશે.

વોટ્સએપમાં હવે સ્ટીકર્સની પણ શરૂઆત થઈ ચુકી છે. આનુ અપડેટ પહેલા જ આવી ગયુ છે. હવે કંપની આ સ્ટીકર્સનો વિસ્તાર વધારવાની છે. હવે વધારે ડેવલોપર્સ સ્ટીકર્સ તૈયાર કરવા આ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકે છે. વોટ્સએપ અપડેટ કર્યા બાદ મેસેજ રિપ્લાઈમાં સ્ટીકર ફીચર મળશે. સ્ટીકરનું ફીચર એન્ડ્રોઈડ તેમજ iOS બંને પ્લેટફોર્મ પર મળશે.

યૂઝર્સ ઈચ્છેતો થર્ડ પાર્ટી સ્ટીકર્સને ડાઉનલોડ કરી શકો છો. ઓલ સ્ટીકર પેકની પાસે ડાઉનલોડ બટન મળશે. વોટ્સએપને અપડેટ કરતા મેસેજ રિપ્લાઇ સ્ટીકર ફીચર મળશે. આ સીવાય
પ્લે સ્ટોર પરથી પણ WASticker ડાઉનલોડ કરી શકો છો.