ભીમા-કોરેગાંવનો અહેવાલ : હિંસા પૂર્વ નિયોજિત હતી - Sandesh
  • Home
  • Mumbai
  • ભીમા-કોરેગાંવનો અહેવાલ : હિંસા પૂર્વ નિયોજિત હતી

ભીમા-કોરેગાંવનો અહેવાલ : હિંસા પૂર્વ નિયોજિત હતી

 | 2:37 am IST

। મુંબઈ ।

આ વર્ષે પહેલી જાન્યુઆરીએ ભડકેલી ભીમા કોરેગાંવ હિંસાના તથ્યોની તપાસ માટે બનાવવામાં આવેલી નવ સભ્યોની ટીમે પોતાના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ આ હિંસા પૂર્વ નિયોજિત હતી, જેને રોકવા માટે પોલીસે કોઇપણ પગલાં લીધા નહોતા અને મૂકદર્શક બની ગઇ હતી. એટલું જ નહીં, રિપોર્ટમાં હિંસાનું કાવતરું કોણે રચ્યું તેનો ઉલ્લેખ કરાયો છે. હિંદુવાદી નેતા મિલિંદ એકબોટે અને સંભાજી ભિડેએ લગભગ પંદર વર્ષથી આવો માહોલ ઉભો કર્યો હતો જેનાથી હિંસા ભડકી ઉઠે. આ રિપોર્ટ કોલ્હાપુર રેન્જના આઇજીપીને પેનલના અધ્યક્ષ પુણેના ડેપ્યુટી મેયર ડો.સિદ્ધાર્થ ધેંડેએ સોંપી હતી. ભીમા-કોરેગાંવ કમિશને હાલમાં જ મુંબઇમાં સુનાવણીનું પહેલું ચરણ પસાર કર્યું છે. હવે ફેકટ ફાઇન્ડિગ ટીમના એક સભ્યને પુણે બોલાવાશે. ટીમની રિપોર્ટમાં જણાવાયું છે કે એકબોટેએ ધર્મવીર સંભાજી મહારાજ સ્મૃતિ સમિતિની સ્થાપના વધુ વદ્રક અને ગોવિંદ ગાયકવાડ સાથે જોડાયેલા ઇતિહાસને તોડવા-મરોડવા માટે કરી હતી.

જાતિઓ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ  

રિપોર્ટમાં જણાવાયુ છે કે સંભાજી મહારાજની સમાધિ પાસે ગોવિંદ ગાયકવાડ વિશે જાણકારી આપતું બોર્ડ હટાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક કે બી હેડગેવારનો ફોટો મુકાયો હતો જેની કોઇપણ જરૂરિયાત હતી નહીં. આ મોટી અને પછાત જાતિઓ વચ્ચે તણાવ ઊભો કરવા માટેનું પગલું હતું. જો પોલીસે તે જ સમયે કડક પગલાં લીધાં હોત તો આ મોટી હિંસા અટકી શકત. રિપોર્ટમાં આરોપ મુકાયો છે કે ભીમા-કોરેગાંવ પાસે સનાસવાડીના લોકોને હિંસા વિશે પહેલાથી જ જાણકારી હતી. આ વિસ્તારની હોટલો અને દુકાનો પહેલાથી જ બંધ હતી.

;