republic day celebrated in porbandar in Mid Sea
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હાડ થીજવતી ઠંડી પર ભારે પડ્યો દેશપ્રેમ, 23 વર્ષથી ચાલતી પ્રથા 72માં પ્રજાસત્તાક દિને પણ જળવાઈ

હાડ થીજવતી ઠંડી પર ભારે પડ્યો દેશપ્રેમ, 23 વર્ષથી ચાલતી પ્રથા 72માં પ્રજાસત્તાક દિને પણ જળવાઈ

 | 10:31 am IST
  • Share

દેશ આખો આજે 72મો પ્રજાસત્તાક દિન (Republic Day) ઉજવી રહ્યો છે. દેશમાં પ્રજાસત્તાક દિનને લઇને ઉજવણી થઈ રહી છે. ગુજરાત (Gujarat)માં પણ ખાસ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આજે દાહોદ (Dahod)માં રાજ્યકક્ષાના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં વિવિધ સ્થળોએ રિપબ્લિક ડે ઉજવાયો. દર વર્ષની જેમ પોરબંદર (Porbandar)માં પણ આગવા અંદાજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.

યુવાનોએ સમુદ્રના ઉછળતા મોજાઓ સાથે બાથ ભીડી

પોરબંદરના સમુદ્ર તટ પર આજે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શિયાળાની કડકતી ઠંડીમાં યુવાનોએ સમુદ્રના ઉછળતા મોજાઓ સાથે બાથ ભીડી અને મધદરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ સલામી આપી હતી. પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમુદ્રના મોજા સાથે બાથભીડી મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સના નિયમનું સંપૂર્ણ પાલન

આજે કોરોના કાળ અને માસ્ક સોશિયલ ડિસ્ટન્સના નિયમ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી યુવાનોએ તિરંગો લહેરાવ્યો હતો. જો કે આજે વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં યુવાનોએ દેશભક્તિ પ્રત્યે લાગણીની અનુભૂતિ કરાવી હતી. પોરબંદરના દરિયાકાંઠે ગણતંત્ર દિવસના અવસર પર પહેલી વાર સમુદ્રમાં ઘ્વજ વંદન નિહાળતા લોકોએ અદભુત અનુભૂતિ માણી હતી.

આ વિડીયો પણ જુઓ: રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ દાહોદમાં યોજાશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો