Republic Day Samsung Sale Offers Free Galaxy phones on QLED TV
  • Home
  • Featured
  • આ 26 જાન્યુઆરીએ સૌથી મોટી ઓફર માટે થઈ જાઓ તૈયાર, ટીવીના બદલામાં ફોન તદ્દન ફ્રી

આ 26 જાન્યુઆરીએ સૌથી મોટી ઓફર માટે થઈ જાઓ તૈયાર, ટીવીના બદલામાં ફોન તદ્દન ફ્રી

 | 3:35 pm IST

6 દિવસ પછી 26 જાન્યુઆવી એટલે કે ગણતંત્ર દિવસ આવી રહ્યો છે. એ નિમિત્તે અલગ અલગ કંપનીઓ જુદા જુદા પ્રકારે ઓફર બહાર પાડી રહ્યા છે. ત્યારે એક નવી અને ધમાકેદાર ઓફર આ દિવસે આવવાની છે. સેમસંગે તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. સાઉથ ક્રોયન કંપની દ્વારા ટીવી, વૉશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને માઇક્રોવેવ ઓવન્સ પર અલગ-અલગ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઓફર્સ 31 જાન્યુઆરી, 2020 સુધી જ લાગુ પડશે.

આ ઓનગોઇંગ ઓફર્સ અંતર્ગત કંપની Samsung QLED અને 4K UHD TVsના કેટલાંક મોડલ્સની ખરીદી પર ખાસ ગિફ્ટ આપી રહી છે. જેમ કે…..

  • 76,000 રૂપિયાનો Galaxy S10 (512GB)
  • 19,999 રૂપિયાનો Galaxy A50s (4GB રેમ)
  • 16,999 રૂપિયાનો Galaxy M30 (6GB રેમ)
  • 8,499 રૂપિયાનો Galaxy A10s (2GB રેમ)
  • 3,799 રૂપિયાના સેમસંગ U Flex હેડફોન
  • 30 દિવસ સુધી ફ્રી Zee5 સબ્સક્રિપ્શનનો લાભ.

સેમસંગ QLED TVs, 4K UHD TVs અને કન્વેક્શન માઇક્રોવેવ ઓવર્સ જેવી પ્રોડક્ટ પર ખાસ ગિફ્ટ આપવામાં આવી રહી છે. સાથે-સાથે કંપની રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન અને એર-કંડીશન પર ફાઇનેન્સની ઓફર પણ આપી રહી છે.

આ સિવાય કંપની એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 15 ટકા સુધીના કેશબેકની પણ ઓફર આપી રહી છે. ઓનગોઇંગ સેલમાં 28L કન્વેક્શન ઓવન કે તેનાથી ઉપરના મોડલમાં ફ્રી Borosil Kit પણ ઓફર કરવામાં આવે છે. સાથે-સાથે સિરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. આ જ રીતે સેમસંગ દ્વારા કેટલાંક ખાસ એસી પર બે વર્ષની વૉરંટી આપવામાં આવી રહી છે. આમ સેમસંગ આ સેલમાં ઘણી ઓફર્સ આપી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: સૂડાનમાં સિંહોની દયનીય હાલત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન