thailand cave rescue first six boys brought
  • Home
  • Videos
  • Featured Videos
  • થાઇલેન્ડની ગુફામાંથી બચાવાયા બાળકો, દિલધડક રેસ્ક્યૂનો જુઓ Video

થાઇલેન્ડની ગુફામાંથી બચાવાયા બાળકો, દિલધડક રેસ્ક્યૂનો જુઓ Video

 | 9:38 pm IST

થાઇલેન્ડની એક ગુફામાં ફસાયેલા 12 બાળકોમાંથી 6 બાળકોને ગુફામાંથી નીકાળવામાં આવ્યા છે. 12 ફૂટબોલર અને કોચને બચાવા માટે છેલ્લાં કેટલાંય દિવસથી પ્રયાસો ચાલી રહ્યા હતા. 13 વિદેશી મરજીવા અને થાઇલેન્ડ નેવી સીલના 5 મરજીવા આ બાળકોને બહાર નીકાળવાના પ્રયાસમાં લાગી ગયા છે. દરેક બાળકો માટે બે મરજીવાને તૈનાત કરાયા છે.

6 બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હવે બાકીના બાળકો અને એક કોચને ગુફામાંથી બહાર કાઢવાનું મિશન ચાલું છે. બાળકોને સીધી એમ્બ્યુલનસમાં હોસ્પિટલમાં લઇ જવાયા છે. મિશનમાં સામેલ એક આર્મી કમાન્ડરે કહ્યું કે તમામ બાળકોને બહાર કાઢવામાં અંદાજે 2 થી 4 દિવસનો સમય લાગી શકે છે. મિશનના ચીફે કહ્યું કે રેસકયુ ટીમે પોતાના પ્લાનનું કેટલીય વખત રિહર્સલ કર્યું હતું. તેમણે કહ્યું કે જો અમે રાહ જોઇશું અને આવનારા દિવસોમાં ફરીથી વરસાદ પડવા લાગશે તો આટલા દિવસ સુધી પાણી નીકાળવામાં લાગેલી અમારી મહેનત બર્બાદ થઇ જશે. જો આમ થયું તો અમારે ફરીથી નવેસરથી વિચારવું પડશે.