rescue of a leopard trapped in wire fencing in vapi valsad
  • Home
  • Videos
  • Featured Videos
  • સસલાના શિકાર માટે ગોઠવાયેલા ફાંસામાં ફસાયો દીપડો, જુઓ Video

સસલાના શિકાર માટે ગોઠવાયેલા ફાંસામાં ફસાયો દીપડો, જુઓ Video

 | 5:37 pm IST

વલસાડના વાપીમાં તારની વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દેગામની આંબાવીડમાં દીપડો તારમાં ફસાયો હતો. જે અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

વન વિભાગની ત્રણ ટીમો કામે લાગી હતી. અને ત્રણ કલાકની જહેમત બાદ દીપડાને બેભના કરી રેસ્ક્યુ કરાયો છે. છેલ્લાં ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાનો આંતક છે. વન વિભાગે પડકવા માટે ત્રણ દિવસથી પાંજરા ગોઠવ્યા હતા. ત્યારે આખરે દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.