rescued video viral boy dangles by head from fourth floor in china
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આખું શરીર હવામાં અને બારીમાં માથું, ચોથા માળે અધ્ધર લટક્યો 4 વર્ષના બાળકનો જીવ

VIDEO: આખું શરીર હવામાં અને બારીમાં માથું, ચોથા માળે અધ્ધર લટક્યો 4 વર્ષના બાળકનો જીવ

 | 4:01 pm IST

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં એક બાળક જીવનાં જોખમે લટકી રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ જાય એવું છે. આ વીડિયો છે ચીનનો. શાંડોંગ પ્રાંતના લિન્ચી શહેરમાં સોમવારે એક એવી ઘટના બની કે જે જોઈને સૌ કોઈ હેરાન છે.

અહિંયા એક ઈમારતની ચોથા માળે બારીમાં એક બાળક ફસાઈ ગયો હતો. તેનું માથું બારી બહાર લગાવવામાં આવેલી લોખંડના રોડમાં ફસાઈ ગયું હતું અને શરીરનો બાકીનો ભાર હવામાં લટકી રહ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડનાં લોકોએ માંડ માંડ કરીને મોટી મથામણ બાદ રેસ્કયૂ કર્યો હતો.

ચીનની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. એમાં જોઈ શકાય છે કે ચાર વર્ષના બાળકનું માથું કઈ રીતે ઈમારતમાં ચોથા માળે ફસાઈ જાય છે. જ્યારે ફાયરબ્રિગેડના કર્મચારીઓ આ બાળકને બચાવવા આવ્યા તો એને પણ ઝાટકો લાગ્યો હતો. જુઓ અહીં દર્દનાક વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન