rescues cobra stuck on rooftop video Gone viral On Internet
  • Home
  • Featured
  • VIDEO: આને કહેવાય વટનો કટકો! કોબરા સાથે આ રીતે બિન્દાસ રમત રમવી બધાનું કામ નથી

VIDEO: આને કહેવાય વટનો કટકો! કોબરા સાથે આ રીતે બિન્દાસ રમત રમવી બધાનું કામ નથી

 | 1:49 pm IST

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વ્યક્તિ કોબરાને બચાવતો હોય એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય વન અધિકારી શૈલેન્દ્રસિંહે તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં શૈલેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે, “જંગલમાં રહેતા લોકોને વાઘ, સિંહ, દીપડા અને હાથી સાથે જ નહીં પણ કોબરાનો પણ સામનો કરવો પડે છે.”

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આ વ્યક્તિ ઘર પર જઈને ડર વગર જ સાપને બહાર કાઢી રહ્યો છે. આ વ્યક્તિને તો કંઈ ન થયું પણ વીડિયો જોયા પછી ઘણા લોકોને આંચકો લાગ્યો છે.

આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કોબરા ઘરની ઉપરની માટીની ટાઇલ્સમાં ફસાયેલો છે. બીજી તરફ આ કોબરાનો જીવ બચાવવા માટે, એક માણસ ઘરની ઉપર ચઢી જાય છે અને માટીની ટાઇલ્સ ધીમે ધીમે ઉંચકે છે. પછી કોબરાને બહાર કાઢે છે અને એક બેગમાં પુરી દે છે.

ઉલ્લેખનીય છે કે કોબરાનો જીવ બચાવ્યા બાદ આ વ્યક્તિએ ગોવાના ‘કોટિગાઓ વન્યપ્રાણી ચેંક્સુરીના વન અધિકારીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ત્યાં હાજર વન અધિકારીએ તેને કોબરા બચાવ કામગીરી આપી હતી. તો જુઓ આ અદ્ભૂત વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન