Research Not one can spread corona virus infection up to 8 meters away covid19 Tips
  • Home
  • Corona live
  • એક નહીં 8 મીટર દૂર સુધી ફેલાઇ શકે છે કોરોના વાયરસ, બચવા માટે કરવું પડશે આ વાતનું પાલન

એક નહીં 8 મીટર દૂર સુધી ફેલાઇ શકે છે કોરોના વાયરસ, બચવા માટે કરવું પડશે આ વાતનું પાલન

 | 12:40 pm IST

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ભારતમાં ફેલાઇ રહ્યું છે અને તેને જોતા 15 એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વચ્ચે સંક્રમિત મામલાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ અન્ય દેશો મુકાબલા ભારતમાં સંક્રમણ ફેલાવવાની સ્પીડ ખૂબ ઓછી છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણને લઇને બનાવવામાં આવેલી સોશિયલ ડિસ્ટેંસિંગ પર નવી ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યા છે.

આ સંશોધન યુ.એસ. માં કરવામાં આવ્યું હતું, જેણે 1 એપ્રિલ 2020 ના રોજ કોરોના વાયરસના ફેલાવા અંગેનો અહેવાલ જારી કરીને નવા નિયમોમાં ફેરફારની પરિસ્થિતિ ઉભી કરી છે, જેને ધ્યાનમાં રાખીને આપણે હવે સાવચેતી રાખવી જોઈએ.

પહેલા જાણી કાય થઇ હતી રિસર્ચ

યુએસ હાલમાં કોરોના વાયરસ ચેપના સૌથી ખરાબ પ્રભાવનો સામનો કરી રહ્યું છે અને તેથી જ તે આ વાયરસથી છૂટકારો મેળવવા માટે શક્ય તેટલું કરી રહ્યું છે. આ કડીમાં જ્યારે ત્યાંના ડોકટરો કોરોના વાયરસના ચેપ વિશે જાણવા માંગતા હતા, વાયરસ કયા સુધી ફેલાય છે, તે અંગે તેમણે સંશોધન શરૂ કર્યું. અમેરિકામાં શરૂ થયેલા આ સંશોધનમાં વિશેષ ડોકટરોની ટીમ સામેલ હતી અને તેઓએ તેની પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ત્યારબાદના પરિણામો સામાજિક અંતર માટે બનાવેલા અંતર પર ચિંતા વ્યક્ત કરી હતી.

કેવી રીતે કરવામાં આવી રિસર્ચ

કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાને લઇને યોગ્ય માલૂમ કરવા માટે ડોક્ટરોની ટીમ દ્રારા સારી લેજર ટેકનિક અને કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો. રિસર્ચમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા જેમણે ઉધરસ અને છીંકના લક્ષણ હતા તે બાદ તેમણે લોકો પર લાંબા સમય સુધી રિસર્ચ કરવામાં આવી અને જ્યારે આ લોકોને ઉધરસ કે છીંક આવે છે તો તેમના મોંમાતી નીકળેલા ડ્રોપલેટ્સ જેમા વાયરસ પણ રહેલા છે. તે માત્ર એક કે બે મીટરની દુરી સુધી નહીં પરંતુ આગળ પણ જઇ શકે છે.

કેટલે સુધી ફેલાઇ શકે છે વાયરસ

કોરોના વાયરસના સંક્રમણ પર જારી કરવામાં આવેલા નવા રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વાયરસ આશરે 8 મીટર દૂર જઇ શકે છે. એવામાં તમારે માસ્ક પહેરવા અને તેનો ઉપયોગની સાથે સાથે અન્ય કેટલીક વાતો પર પણ વિચારવું જોઇએ, તે અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ક્યારે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે આ કહેવું હાલ મુશ્કેલ છે. પરંતુ કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

શું કરવું યોગ્ય?

​ હાલ જો રિપોર્ટની માનીએ તો તમારે વધારે પરેશાન થવાની જરૂરત નથી બસ તમે કેટલીક સામાન્ય વાતો પર ધ્યાન આપી શકો છો. તેના માટે તમારે સાવચેતી તરીકે માસ્ક પહેરવા સિવાય ઉધરસ અને છીંક આવનાર લોકોથી વધારે દૂર રહો એક વાતનું ધ્યાન રાખો કે તમે પણ એવા લક્ષણોથી પીડિત છો તો લોકડાઉનમાં શાક અને દૂધ લેવા પણ બહાર ન નીકળો અને જરૂરત પડવા પર ચેકઅપ કરાવો.

આદેશનું કરો પાલન

કોવિડ-19ના સંક્રમણથી બચીને રહેવા માટે અન્ય દરેક દિશા-નિર્દેશનું કડક રીતે પાલન કરો. તમારા હાથ ધોવા, કોઇપણ ઉધરસ અને છીંક આવતા વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો, માઉથ માસ્કને પહેરવાનું રાખો. ઉધરસ શરદીના લક્ષણ જોવા પર પોતાને ઘરમાં રાખવા જેવી વાતોનું ગંભીરતાથી પાલન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન