કચ્છના સૂકા રણ પર લીલોતરી છવાઈ જાય તેવા પ્રોજેક્ટના રિસર્ચને મળ્યું ગ્રીન સિગ્નલ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છના સૂકા રણ પર લીલોતરી છવાઈ જાય તેવા પ્રોજેક્ટના રિસર્ચને મળ્યું ગ્રીન સિગ્નલ

કચ્છના સૂકા રણ પર લીલોતરી છવાઈ જાય તેવા પ્રોજેક્ટના રિસર્ચને મળ્યું ગ્રીન સિગ્નલ

 | 9:14 am IST

શું કચ્છના અફાટ રણમાં મીઠી વિરડી શક્ય છે ખરી ? આ પ્રશ્નનો જવાબ ના હોઈ શકે છે પરંતુ મોરબીના ઓરેવા-અંજતા ગ્રુપના ચેરમેનનો રણ પ્રોજેક્ટ દર્શાવે છે કે, કચ્છના રણમાં બની શકે છે એશિયાનું સૌથી મોટુ સરોવર જેથી ઘુડખર માટે પાણીની ચિંતા ટળશે. અને બંજર જમીન ફળદ્રુપ બનશે. તેમજ અગરીયાનો વિકાસ થશે સાથે સાથે ટુરીજમના દ્રષ્ટીકોણથી જોરદાર વિકાસની તકો અને વડાપ્રધાનના સી પ્લેન પ્રોજેક્ટ માટે પણ ખુબ જ ઉપયોગી છે અને મામુલી ખર્ચના તેમની રણ સરોવર પરીકલ્પના સાકાર થાય તેમ છે. તેમણે આ અંગેનો પ્રોજેક્ટ પી.એમ.પાસે રજુ કરતા પી.એમ.કાર્યાલય તરફથી સંશોધન કરવાની મંજુરી અપાઈ છે.

કચ્છમાં રણ સરોવરના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી સંશોધન કરી રહેલા મોરબીની અગ્રણી કંપની ઓરેવા-અંજતા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલ કહે છે કે, કચ્છના રણમાં એશિયાનું સૌથી મોટુ રણ સરોવર બની શકે છે. કચ્છના હજારો ચોરસ કિ.મી.ના સુકાભઠ્ઠ રણપ્રદેશને લીલોછમ હરીયાળો બનાવી શકાય છે. અને ત્યા મીઠા પાણીનો જથ્થો પણ સંગ્રહી શકાશે. તેઓ ઉમેરે છે કે, કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના સામખીયાળીનો જુનો બ્રીજ આ પ્રોજેક્ટનું હાર્દ છે. ફોરલેન હાઈવે પર નકામાં બનેલા જુના પુલના નાલા બંધ કરાઈ તો દરિયાના પાણી કચ્છના રણમાં આવતા અટકી શકે છે. આ દરિયાના ખારા પાણીથી બંજર બનેલી જમીન હરીયાળી બનશે. બે ચાર વર્ષમાં જમીન ફળદ્રુપ થઈ સેંકડો અગરીયા અને માલધારીઓ તથા ખેડુતોને ખુબ ફાયદો થશે.

પ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા કચ્છના રણ ફરતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના જીલ્લા જોડાયેલા છે. અહી ઘુડખર અભ્યારણ અને 50 થી 60 હજાર અગરીયાઓ રહે છે, જેઓ મીઠુ પકવીને જીવન ગુજારે છે. અને તેમની હાલત દોઝખ છે. જો અહી રણસરોવર બને તો અગરીયાનો વિકાસ થશે અને ખેતી પણ થઈ શકશે. તેઓએ કચ્છના રણ સરોવરના પ્રોજેક્ટને અગાઉ નર્મદા યોજનાના અધિકારી ડો.નરમાવાલા અને અનીલ કાણેને જણાવીને એ સમયે મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીને વાફેક કરાયા હતા. ત્યારે હવે ફરીથી આ પ્રોજેક્ટ રજુ કરતા વડાપ્રધાન કાર્યાલય તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

આ રણમાં મોટી માત્રામાં મીઠુ પાણી ક્યાથી આવશે તે સંદર્ભે તેમણે જણાવ્યુ હતુ કે, કચ્છના નાના રણમાં રાજ્સ્થાનના અરવલ્લી વિસ્તારના આખુ શિરોહી, ગુજરાતના કેટલાક વિસ્તારો તથા મધ્યપ્રદેશથી કેનાલ મારફતે આવતા નર્મદા નીરને ચોમાસા દરમ્યાન અહી વહાવી શકાય છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન અહી છેક રાજ્સ્થાન, પાલનપુર સહિતના ગુજરાતના જીલ્લાઓની 110 જેટલી નદીઓના મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે. અહી મોટા જળાશયો બાંધવા માટે વિસ્થાપનનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી. ઘુડખરની સાથે અગરીયાઓ જમીન ખેતી લાયક બનવાથી મીઠુ પકવવાને બદલે ખેતી તરફ વળશે અને પહેલા કરતા બેહતર જીંદગી જીવી શકશે. આ રણ સરોવરનો પ્રોજેક્ટ અંદાજીત 100 કરોડમાં શક્ય હોવાનું તેમણે દૃશાવાયુ છે.જોકે કચ્છના રણમાં મીઠી વિરડી ભલે પરીકલ્પના હોય પરંતુ જયસુખભાઈએ દર્શાવેલા પ્રોજેક્ટ પર સરકાર ગંભીર બનીને અમલ કરશે તો કચ્છના રણનો કાયાકલ્પ થઈ શકે છે.