3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી હવે બહેરાશ દૂર કરવામાં મદદરૂપ, વિજ્ઞાનીઓએ કૃત્રિમ અંગથકી કર્યો પ્રયોગ - Sandesh
NIFTY 10,278.90 -81.25  |  SENSEX 33,412.43 +-273.11  |  USD 64.8550 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી હવે બહેરાશ દૂર કરવામાં મદદરૂપ, વિજ્ઞાનીઓએ કૃત્રિમ અંગથકી કર્યો પ્રયોગ

3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી હવે બહેરાશ દૂર કરવામાં મદદરૂપ, વિજ્ઞાનીઓએ કૃત્રિમ અંગથકી કર્યો પ્રયોગ

 | 5:47 pm IST

બહેરાશને દૂર કરવા માટે અનેક નાની મોટી હિયરિંગ ટેક્નોલોજી શોધાઇ છે. પરંતુ હેવ થ્રીડી પ્રિન્ટિંગ બહેરાશને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે એવું એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. વિજ્ઞાનીઓએ થ્રીડી પ્રિન્ટિંગ થકી એક કૃત્રિક અંગ બનાવી તેમના પર યોગ્ય પ્રક્રિયા કરીને તેને સાંભળવા યોગ્ય બનાવ્યું હતું. જેને કાન પર મૂકતા દૂરના અવાજને સરળતાથી સાંભળી શકાતો હતો. કાન પાસેના નાજુક હાડકાઓ અને માસપેશી આકારનું નવું ડિવાઇસને ઓસિકિસ કહેવામાં આવે છે. કાનનો સિટી સ્કેન કરીને થ્રીડી શેપ બનાવવામાં આવ્યો હતો.

નવી થ્રીડી ઇમેજ થકી કાનનો ચોક્કસ માપ લઇને નવું ડિવાઇસ બનાવવામાં આવ્યું હતું. જેના થકી જોખમી સર્જરી પણ અટકશે અને બહેરાશમાં ઘટાડો થશે. ઓસિકિસ હવામાં અવાજના વાઇબ્રેશન પર કામ કરે છે. જે બહારથી કાન સાથે અથડાતા અવાજના મોજાને ઝીલે છે. આ પ્રક્રિયાના કારણે અવાજ આપણને સંભળાય છે. કાનના હાડકા કે માશપેશીઓમાં ખામીના કારણે યોગ્ય રીતે સંભળાતું નથી. ક્યારેક કાનમાં ચેપી રોગના કારણે અવાજ અંદર આવતો અટકે છે. જેના કારણે બહારથી કાનના પદડા પર અથડાતો અવાજ ત્રુટક ત્રુટક આવે છે અથવા બિલકુલ આવતો નથી.ઓસિકિસ તૈયાર થયા બાદ ટેસ્ટ માટે વ્યક્તિના કાનના મધ્યભાગમાં રાખીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

થ્રીડી પ્રિન્ટિંગથી નવી ક્રાંતિની સંભાવના
થ્રી પ્રિન્ટિંગથી જે કૃત્રિમ અંગ બનાવવામાં આવ્યું હતું તેમાં જુદા જુદા અવાજો માપવામાં આવ્યા હતા. તેની તીવ્રતા અને કાન વચ્ચે થતી હિલચાલને નોંધવામાં આવી હતી. આ પહેલાં આ પ્રયોગ ચીને કર્યો હતો પરંતુ તેમાં કાન અંગે કોઇ રિસર્ચ ન હતું. જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે વ્યક્તિને યોગ્ય રીતે સંભળાતું હતું આ ઉપરાંત ડિવાઇસ કાનમાં કોઇ રીતે અડચણરૂપ ન હતું. આ ડિવાઇસના કારણે કોઇ સર્જરી કરાવવાની પણ કોઇ જરૂર જણાતી ન હતી. વ્યક્તિની બહેરાશમાં રાહત અનુભવાઇ હતી. ઇજા કે ચેપના સંજોગોમાં પણ આ ડિવાઇસ સારી રીતે કામ કરતું હતું. આવનારા સમયમાં વિજ્ઞાનીઓ અવાજથી અસર પામતા કોષના કૃત્રિમ અંગો બનાવવાની તૈયારીમાં છે. જેનાથી સાંભળવામાં સારી સહાય મળી રહે. ખાસ કરીને ચેપી રોગના કેસમાં આ કોષનું વિશેષ મહત્ત્વ હોય જેથી રોગ ફેલાતો અટકે.