researchers reveals how to come out from break up pain
  • Home
  • Featured
  • હાથની નસ કાપતા નહિ… આ કામ કરવાથી જતુ રહેશે બ્રેકઅપનું દર્દ

હાથની નસ કાપતા નહિ… આ કામ કરવાથી જતુ રહેશે બ્રેકઅપનું દર્દ

 | 3:22 pm IST

બ્રેકઅપ બાદ પ્રેમીઓ એક અલગ દુનિયામાં ખોવાઈ જતા હોય છે. તેમને કંઈ પણ કરવાનું મન થતું નથી. તેઓ એકલા એકલા ગુમસુમ બેસી રહે છે. ત્યારે અમેરિકાના મિસૌરી રાજ્યમાં રિસર્ચકર્તાએ બ્રેકઅપ અને તેનાથી મળનારા દર્દ અને ભાવનાઓ પર રિસર્ચ કર્યુ છે. તેમણે 20થી 37 વર્ષની ઉંમરના 24 મહિલા-પુરુષો સાથે વાત કરી અને જાણ્યું કે, આખરે બ્રેકઅપ બાદ હવે તેમની પરિસ્થિતિ કેવી છે, અને તેઓ કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા.

સ્પર્ધકોને પૂછાયા ત્રણ સવાલ

  •  રિસર્ચમાં સ્પર્ધકોને ત્રણ કામ કરવાનું કહેવાયું. પહેલું એ કે તેમણે એક્સ પાર્ટનર વિશે ખરાબ વિચારવાનું. તેમની ખરાબ આદતોને યાદ કરવી અને પોતાના મનમાં તેના માટે નફરત લાવવી.
  •  તેના બાદ સ્પર્ધકોને પોતાની વાસ્તવિક ભાવનાઓને સમજવા અને વ્યક્ત કરવા કહેવાયું. આ સમયે તેઓ શું અનુભવે છે, કેટલા દર્દમાં છે અને દિવસભર તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે, તે જણાવવા કહ્યું.
  •  હવે તેમને એવા કામ કરવાનું કહેવામાં આવ્યું, જેનાથી તેઓ બ્રેકઅપના દર્દને થોડી વાર ભૂલી જાય. તેમને મ્યૂઝિક સાંભળવાનું, ફ્રેન્ડ્સને મળવાનું, ટીવી જોવાનું, કોલેજ કે ઓફિસનું કામ કરવાનું, ઘરનું કોઈ કામ કરવાનું કહેવામાં આવ્યું.

આ આવ્યું પરિણામ
ઉપરના ત્રણ ઓપ્શનમાં સૌથી પહેલીવાળી ટ્રિક સફળ થઈ હતી. જેમાં લોકો તેમના પાર્ટનર વિશે ખરાબ વિચારે છે. મનમાં નફરત લાવે છે. જેનાથી બ્રેકઅપનું દર્દ જલ્દીથી બહાર આવી જાય છે. તેમણે કહ્યું કે, પાર્ટનર માટે નેગેટિવ ફીલિંગ લાવતા સમયે તકલીફ જરૂર થાય છે, પણ આ ભાવનાત્મક તકલીફો માત્ર થોડા સમય માટે જ હોય છે. પરંતુ તેનાથી બ્રેકઅપનું દર્દ જલ્દીથી બહાર આવી જાય છે.