અનામત માટેનું સંવિધાન સંશોધન બિલ સંસદમાંથી પસાર થયું તે સાથે જ સુપ્રીમમાં પડકારાયું - Sandesh
  • Home
  • India
  • અનામત માટેનું સંવિધાન સંશોધન બિલ સંસદમાંથી પસાર થયું તે સાથે જ સુપ્રીમમાં પડકારાયું

અનામત માટેનું સંવિધાન સંશોધન બિલ સંસદમાંથી પસાર થયું તે સાથે જ સુપ્રીમમાં પડકારાયું

 | 7:14 am IST

આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતા સંવિધાન સંશોધન બિલનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સંસદે આ બિલને મંજૂરી આપી દીધી, તેના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં એક સંગઠને અરજી કરી તેને પડકાર્યું છે. યૂથ ફોર ઇક્વાલિટી નામના સંગઠનની અરજીમાં સંવિધાન સંશોધનને અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું વિરોધી ગણાવ્યું છે.

જનરલ કોટાને પડકારતી આ અરજીમાં કહેવાયું છે કે આર્િથક માપદંડ અનામત આપવાનો એક માત્ર આધાર થઈ શકે નહીં. અરજીમાં તેને બંધારણના પાયાના માળખાની વિરુદ્ધ ગણાવ્યું છે. સંગઠને જનરલ કોટાને સમાનતાના અધિકાર અને બંધારણના પાયાના માળખાની વિરુદ્ધ ગણાવ્યો છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે ગરીબોને ૧૦ ટકા અનામતની જોગવાઈ નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.

અરજીમાં પરિવારની ૮ લાખ રૃપિયા ર્વાિષક આવકના માપદંડ પર પણ સવાલ ઉઠાવાયો છે. યાદ રહે કે સામાન્ય વર્ગના ગરીબો માટે નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતથી ભારતીય બંધારણમાં ૧૨૪મો સુધારો કરાયો છે. બંધારણ સંશોધન બિલ મંગળવારે લોકસભામાં મંજૂર રખાયું અને તેના બીજા દિવસે એટલે કે બુધવારે રાજ્યસભાની પણ તેના પર મંજૂરીની મહોર લાગી હતી. રાષ્ટ્રપતિ તેના પર હસ્તાક્ષર કરે એ બાદ એ અમલી થઈ જશે.

એનજીઓ ક્યું ?

જો કે સંસદમાં કેટલાક રાજકીય પક્ષોએ તે લાવવાના સમય પર સવાલ ઉઠાવતા મોદી સરકાર પર નિશાન સાઘ્યા હતા. પરંતુ મોટા ભાગના વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં આ બિલની તરફેણમાં મત આપ્યો છે. યાદ રહે કે યૂથ ફોર ઇક્વાલિટી એક સંસ્થા છે, જેને કેટલાય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ભેગા મળીને ચલાવે છે. આ પહેલાં પણ આ એનજીઓ શિક્ષણમાં સુધારા, રાજનીતિમાં સુધારા જેવા કેટલાય મુદ્દે ઝુંબેશ ચલાવી ચૂકી છે.

વાર્ષિક ૮ લાખની આવકની મર્યાદા પર પણ સવાલ

અરજીમાં એમ પણ કહેવાયું છે કે ગરીબોને ૧૦ ટકા અનામતની જોગવાઈ નાગરાજ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની પણ વિરુદ્ધ છે. આ અરજીમાં ર્વાિષક ૮ લાખની આવકની મર્યાદા અંગે પણ સવાલ ઉઠાવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન