સવર્ણોને આરક્ષણ આપ્યું, પણ નોકરીઓનું શું?: ઉદ્ધવ ઠાકરે - Sandesh
  • Home
  • India
  • સવર્ણોને આરક્ષણ આપ્યું, પણ નોકરીઓનું શું?: ઉદ્ધવ ઠાકરે

સવર્ણોને આરક્ષણ આપ્યું, પણ નોકરીઓનું શું?: ઉદ્ધવ ઠાકરે

 | 7:09 am IST

ઓપન કેટેગરીમાં આર્થિક દ્રષ્ટિએ પછાત હોય તેમને દસ ટકા આરક્ષણ આપવાના સુધારિત ખરડાને રાજ્યસભામાં બહુમતીથી મંજૂરી મળી. આ બાબત પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બેકારી અને ગરીબી આ બંને બાબતે જ્યારે રાજ કરનારાઓ નિષ્ફળ નીવડે છે ત્યારે આરક્ષણનાં પાસાં નાખે છે. ઉત્તર પ્રદેશમાંથી સવર્ણોના મત મળે એટલે ભાજપ આ દાવ રમ્યો હશે તો એ ઊંધો પડશે. સવર્ણો માટે તમે દસ ટકા જગ્યા રાખી, પણ નોકરીઓનું શું? એ ક્યારે આપશો? એવો સવાલ કરી સવર્ણોને આરક્ષણ આપ્યું, તો હવે નોકરી પણ આપો એવું ઉદ્ધવે કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આર્િથક રીતે પછાત હોય એ દરેક જાતિધર્મના ગરીબોને આરક્ષણ મળવું જોઈએ. પેટની કોઈ જાતિ હોતી નથી એવો મત શિવસેના પ્રમુખે વ્યક્ત કર્યો હતો.

આર્થિક માપદંડ પ્રમાણે દસ ટકા આરક્ષણ માટે શિવસેનાએ ટેકો આપ્યો છે. ભારતરત્ન

ડો. બાબાસાહેબ આંબેડકર કચડાયેલા દલિતોને આરક્ષણ અપાવ્યું. મોદીએ દસ ટકાની સવલત સવર્ણોને કરી આપી, મોદી સવર્ણોના ‘બાબાસાહેબ’ બન્યા હોવાનું કેટલાકને લોકોને લાગી રહ્યું છે. ઉત્તરાખંડના ભાજપના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે જ મોદીની તુલના બાબાસાહેબ સાથે કરી છે.

નેવું હજાર નોકરીઓ માટે ૨.૮ કરોડ કરતાં વધારે ઉમેદવારો

બેકારીને કારણે યુવકો નિરાશ છે. ૨૦૧૮ની વાત કરીએ તો ભારતીય રેલવેમાં નેવું હજાર નોકરીઓ માટે ૨.૮ કરોડ કરતાં વધારે ઉમેદવારો લાઇનમાં ઊભા હતા. મુંબઈમાં ૧,૧૩૭ જગ્યાની પોલીસ ભરતી માટે ચાર લાખ કરતાં વધુ ઉમેદવારો આવ્યો. એમાંથી ઘણા ખરાની શૈક્ષણિક લાયકાત વધારે હતી. ૪૬૮ જણ પાસે એન્જિનિયરની ડિગ્રી હતી. ૨૩૦ જણ પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી તો ૧,૧૦૦ જણ પોસ્ટ ગ્રેજ્યુએટ હતા. હવે દસ ટકા સવર્ણ આરક્ષણની સ્થિતિ આના કરતાં જુદી હોઈ શકે નહીં એવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન