reserve bank moratorium for 6 months gdp economy repo rate policy
  • Home
  • Business
  • RBI આપી EMI પર 6 મહિના માટે મોરેટોરિયમની ખાસ સુવિધા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો

RBI આપી EMI પર 6 મહિના માટે મોરેટોરિયમની ખાસ સુવિધા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો

 | 2:15 pm IST

RBI કોરોના સંકટને લઈને કોર્પોરેટ જગતને મુશ્કેલીમાંથી બચાવવા હાથ લંબાવ્યો છે. હવે લોન પર EMI ટાળવા એટલે કે મોરેટોરિયમની ખાસ સુવિધા આપી છે, જેને ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે. આઓ જાણીએ આ સુવિધા કોને અને કેવી રીતે મળશે.

RBIએ લોકડાઉનના કારણે આવેલી આર્થિક તંગીને સમજીને આ પહેલા પણ માર્ચથી મે સુધી રાહત આપી હતી જે હવે વધારીને 1 જૂનથી 31 ઓગષ્ટ કરી દેવામાં આવી છે જેથી લોન લેનારાઓએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. કેમકે હવે જે પણ પોતાની લાન પર EMI ચુકવી નહી શકે તેને કોઈ પણ પ્રકારની પેનલ્ટી થશે નહી, જો કે આ અવધિનું વ્યાજ ચુકવવાનું રહેશે.

લોનની EMI નહી ચુકવી શકે તો ક્રેડિટ રેટીંગ પર તેની કોઈ અસર થશે નહી. તેમને ડિફોલ્ટર પણ જાહેર કરી શકાશે નહી. આ રીતે લોકોને કુલ 6 મહિનાનો ફાયદો થશે. આ સુવિધા તમને હોમ લોન, ક્રેડિટ કાર્ડ લોન અને ટર્મ લોન પર મળશે.

રિઝર્વ બેન્કે શું કહ્યુ?
RBIના ગવર્નર શક્તિકાંત દાસે વીડિયો કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપતા લોન લેનારાઓ માટે રાહત મળી હતી. ટર્મ લોનની EMI પર 3 મહિના મોરેટોરિયમ આપવામાં આવ્યુ છે એટલે કે કુલ 6 મહિનાનો ફાયદો થશે.

કોને અને કેવી રીતે મળશે સુવિધા
આ સુવિધા તમામ પ્રકારના ટર્મ લોન ગ્રાહકો (સામાન્ય લોકો, કોર્પોરેટ, ઉદ્યોગપતિઓ) માટે ઉપલબ્ધ રહેશે. તે હોમ લોન, ઓટો લોન, ક્રેડિટ કાર્ડ લોન જેવી બધી ટર્મ લોન્સ પર છે કોઈપણ રીતે, જો તમે લોનની EMI ને ચુકવવા માટે અસમર્થ છો, તો બેન્ક આપમેળે તમારી લોન મોરેટોરિયમ પર મોકલશે. જો કે સ્વચાલિત સિસ્ટમ્સ છે.

આને કારણે, એવું થઈ શકે છે કે પહેલા તમારી લોન ડિફોલ્ટ પર પેનલ્ટી કાપવામાં આવે. તેથી, જો તમે લોન ચૂકવવાની સ્થિતિમાં ન હોવ, તો બેન્કને જાતે જ જાણ કરો. લોન મોરેટોરિયમ સુવિધા મેળવવા માટે અરજી કરો.

આ વીડિયો જુઓ: આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે બેંકો બહાર લાંબી લાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન