પીએનબી કૌભાંડને જન્મ આપનાર એલઓયુ પર રિઝર્વ બેન્કનો પ્રતિબંધ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.5700 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પીએનબી કૌભાંડને જન્મ આપનાર એલઓયુ પર રિઝર્વ બેન્કનો પ્રતિબંધ

પીએનબી કૌભાંડને જન્મ આપનાર એલઓયુ પર રિઝર્વ બેન્કનો પ્રતિબંધ

 | 9:16 pm IST

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડની જડ લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ) પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પ્રતિબંધ મુક્યો છે. અબજોપતિ જવેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ એલઓયુની ઉપયોગ કરીને જ બીજી સૌથી મોટી સરકારી બેન્ક પીએનબીમાં રૂ. 13,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

આરબીઆઈએ જણાવ્યું હતું કે ટ્રેડ ફાઈનાન્સ માટે એલઓયુ તથા લેટર ઓફ કંફર્ટ (એલઓસી)નો ઉપયોગને બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

આરબીઆઈના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે વર્તમાન દિશાનિર્દેશની સમીક્ષા પછી ભારતમાં આયાત માટે એલઓયુ અને એલઓસી આપવા પર તાત્કાલિક મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે ભારતમાં આયાત માટે ટ્રેડ ક્રેડિટ, લેટર ઓફ ક્રેડિટ અને બેન્ક ગેરન્ટી જોગવાઈઓને આધિન જારી કરી શકાશે.