Reserve Bank of India cautions public against KYC Scam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBIની ચેતવણી: એક ભૂલથી ખાલી થઇ જશે તમારું બેન્ક એકાઉન્ટ, જાણો છેતરપિંડીથી બચવાના ઉપાય

RBIની ચેતવણી: એક ભૂલથી ખાલી થઇ જશે તમારું બેન્ક એકાઉન્ટ, જાણો છેતરપિંડીથી બચવાના ઉપાય

 | 10:08 am IST
  • Share

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) વારંવાર બેન્કના ગ્રાહકોને ઓનલાઇન ફ્રોડથી એલર્ટ કરતું રહે છે. RBIએ બેન્ક કસ્ટમર્સને KYC Updationના નામ પર થઇ રહેલી છેતરપિંડીને લઇ ચેતવણી આપી છે. RBIએ બેન્કના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ કોઇપણ કિંમતે પોતાની ખાનગી માહિતી કોઇની પણ સાથે શેર ના કરો. જો આમ કર્યું તો તમારું બેન્ક ખાતું ખાલી થઇ શકે છે.

KYC અપડેશનના નામે છેતરપિંડી

RBIએ કહ્યું કે છેલ્લાં કેટલાંય દિવસથી KYC અપડેશનના નામે છેતરપિંડીની ફરિયાદ ખૂબ વધી ગઇ છે. તેના માટે હેકર્સ પહેલાં ગ્રાહકોને ફોન કોલ્સ, SMS કે ઇ-મેલ દ્વારા KYC અપડેટ કરવાનું કહ્યું છે. તેઓ ગ્રાહકોને તેમની બેન્ક ખાતા અને ખાનગી માહિતી આપવાનું કહે છે જે ગ્રાહક તેમની જાળમાં ફસાય છે તેમના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જાય છે.

ગ્રાહકોને ચેતવણી આપતા આરબીઆઈએ કહ્યું કે જો કોઇ વ્યક્તિ બેન્ક એકાઉન્ટની માહિતી, લોગ-ઇન આઇડી, કાર્ડ ડિટેલ્સ, પિન, ઓટીપી જેવી ખાનગી માહિતી માંગે છે તો તરત એલર્ટ થઇ જાઓ. જો તમે તેમની સાથે આ માહિતી શેર કરી તો તમને મોટું નુકસાન થઇ શકે છે. અત્યારે છેતરપિંડી કરનાર બેન્ક ગ્રાહકોને કેવાઇસી અપડેશન માટે Unauthorized અને Unverified Appsની લિંક મોકલીને પણ પોતાના નિશાન બનાવી રહ્યા છે. ગ્રાહકોએ આવી એપ્સ કયારેય ઇનસ્ટોલ કરવી જોઇએ નહીં.

KYC અપડેશનમાંથી આવે છે સર્કુલર

રિઝર્વ બેન્કના મતે જો કોઇ રેગ્યુલેટરી સંસ્થાને KYC અપડેશન કરવાનું હોય તો એકસાથે મોટાપાયે હોય છે. સાથો સાથ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં સર્કુલર રજૂ કરાય છે. 10મી મે 2021ના રોજ આવો સર્કુલર રજૂ કરાયો હતો. તો 5 મે 2021ના રોજ રજૂ કરાયેલા સર્કુલરમાં સ્પષ્ટતા કરી હતી કે કેવાઇસી અપડેશનની પ્રક્રિયા દરમ્યાન ગ્રાહકોના બેન્ક એકાઉન્ટ 31 ડિસેમ્બર 2021 સુધી સક્રિય રહેશે. આ સિવાય નિયામક, પ્રવર્તન એજન્સીઓ કે કોર્ટ જ ગમે ત્યારે કેવાઇસી અપડેશનનો આદેશ આપી શકે છે.

છેતરપિંડીથી ગ્રાહકોએ બચવા માટે શું કરવું જોઇએ?

રિઝર્વ બેન્કે Unauthorized એપ્સના ઉપયોગથી તમારા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, બ્લોક કે બંધ કરી શકાય છે. ગ્રાહક જેવી પોતાની ખાનગી માહિતી હેકર્સની સાથે શેર કરે છે કે તરત જ તેમના બેન્ક એકાઉન્ટમાંથી કમ્પ્લીટ માહિતી મળી જાય છે. જો તમને આ પ્રકારનો કોઇ કોલ કે SMS આવે છે તો તમારે RBIની તરફથી નક્કી પ્રક્રિયાને ફોલો કરવી જોઇએ. રિઝર્વ બેન્ક કહે છે કે આવું કોઇપણ કોમ્યુનિકેશન થવા પર ગ્રાહકે તાત્કાલિક બેન્ક કે પોતાની બ્રાન્ચ સાથે સંપર્ક કરવો જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો