face to problems from a house built by Auda, complaint to the chairman
  • Home
  • Ahmedabad
  • ઔડા દ્વારા બનાવેલ ઘરથી ત્રાહીમામ લોકો, ચેરમેનને રજુઆત કરતા માત્ર આશ્વાસન મળ્યું

ઔડા દ્વારા બનાવેલ ઘરથી ત્રાહીમામ લોકો, ચેરમેનને રજુઆત કરતા માત્ર આશ્વાસન મળ્યું

 | 5:04 pm IST

ઔડા દ્વારા પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે લોકોને અનેક કેટેગરી પ્રમાણેના મકાનો બનાવી આપવામાં આવ્યા છે. જ્યારે વૈષ્ણવો દેવી સર્કલ પાસે આવેલ જાસ્મીન ગ્રીન 1 ખાતે રહીસોને અનેક સ્વપ્નો બતાવીને ઘર તો વેચી દેવામાં આવ્યા પરંતુ હજુ પણ ઘણી સમસ્યાઓનો સામનો ત્યાંના રહીસોને કરવો પડે છે. મુખ્ય સુવિધાઓનો અભાવ જેમ કે પીવાનું પાણી લોકો સુધી પહોંચતુ નથી. તેમજ લીફ્ટમાંથી પાણી પડે તેવી સમસ્યાઓનો સામનો પણ લોકોએ કરવો પડી રહ્યો છે.

તેવા તમામ આક્ષેપો સાથે જાસ્મીન ગ્રીનમાં રહેતા રહીસો દ્વારા આજે ઔડા ચેરમેન એ.બી ગૌરને મળ્યા અને તમામ રજૂઆતો કરી હતી. ત્યારે ચેરમેન દ્વારા માત્ર આશ્વાસ આપવામાં આવ્યું હતુ કે તમામ મુદ્દાને જલ્દીથી જલ્દી સુધારીને કામગીરી કરવામાં આવશે. પણ પ્રશ્ન એ છે કે ક્યારે. શું લોકોના હવે આ પ્રકારના સરકારી આવાસ પર વિશ્વાસ કરી મકાન લેશે.