ધો-12 સાયન્સ પરિણામ: ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ,જાણો તમામ જિલ્લાનું પરિણામ - Sandesh
NIFTY 10,486.40 +56.05  |  SENSEX 34,568.92 +224.01  |  USD 68.3900 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ધો-12 સાયન્સ પરિણામ: ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ,જાણો તમામ જિલ્લાનું પરિણામ

ધો-12 સાયન્સ પરિણામ: ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ,જાણો તમામ જિલ્લાનું પરિણામ

 | 10:41 am IST

આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેર કર્યું હતું. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદનું પહેલું પરિણામ આજે જાહેર થયું તેમાં 98067 વિદ્યાર્થી પાસ થયાં છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે.

અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા આવ્યું છે જ્યારે તેની સામે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45 ટકા આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરિણામમાં ગુજરાતીનું પરિણામ અંગ્રેજી માધ્યમ કરતાં 3.13 ઓછું છે. રાજ્યમાં ગત વર્ષે 12 સાયન્સનું પરિણામ 81.89 ટકા જેટલું ઊંચુ હતું. જે આ વર્ષ ઘટીને 72.99 જેટલું રહ્યું છે. પરંતુ સુરતમાં આ વર્ષે પણ ઊંચુ પરિણામ આવ્યું છે.

જેમાં સુરતનું પરિણામ 78.77 ટકા છે. રાજ્યમાં કુલ 136 સ્ટુડન્ટને A-1 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ 63 સુરતી સ્ટુડન્ટને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં 719 સ્ટુડન્ટને A-2 ગ્રેડ મળ્યાં છે.

પરિણામના જિલ્લાની આંકડાની માયાજાળ

અમદાવાદ સિટીનું પરિણામ 7524
અમદાવાદ જિલ્લાનું 82.17
અમરેલી 76.44
કચ્છ 76.15
ખેડા 63.54
જામનગર 80.35
જૂનાગઢ 76.39
ડાંગ 77.01
પંચમહાલ 50.93
બનાસકાંઠા 73.42
ભરૂચ 66.13
ભાવનગર 77.29
મહેસાણા 81.25
રાજકોટ 85.03
વડોદરા 75.16
વલસાડ 59.38
સાબરકાંઠા 65.40
સુરત 78.77
સુરેન્દ્રનગર 81.28
સેન્ટ્રલ ADMN-1 72.25
આણંદ 66.33
પાટણ 71.15
નવસારી 69.16
દાહોદ 42.22
પોરબંદર 59.72
નર્મદા 39.00
ગાંધીનગર 77.84
તાપી 48.14
અરવલ્લી 62.93
બોટાદ 84.93
છોટા ઉદેપુર 35.64
દેવભૂમિ દ્વારકા 82.86
ગીર સોમનાથ 65.22
મહીસાગર 47.11
મોરબી 83.63
સેન્ટ્રલ ADMN-2 46.79
ગુજરાતનું કુલ પરિણામ 72.99