Gujarat In ReSult Of LokSabha Might Be Delayed By 3 Hours
  • Home
  • Ahmedabad
  • ચૂંટણી પંચનો મોટો ધડાકો, ‘ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ મોડું જાહેર થશે’

ચૂંટણી પંચનો મોટો ધડાકો, ‘ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ મોડું જાહેર થશે’

 | 2:05 pm IST

ગુજરાતની લોકસભા બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. તે સાથે EVMની સુરક્ષા સુનિશ્ચિત કરી હોવાનો પણ ચૂંટણી પંચે દાવો કર્યો છે. તમામ 26 લોકસભાની બેઠક પર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે વિધાનસભા દીઠ 5 VVPATની ગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આવતીકાલે મતગણતરીમાં મોડું થઈ શકે છે અને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. મિસમેચમાં VVPATના મત આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે, મતગણતરી હોલ અને સ્ટોરરૂમની બહાર CCTV લગાવવામાં આવ્યા છે. જેથી મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય..

રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભાદીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે.

ચૂંટણી પંચે EVMની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઇટ પર રિયલ ટાઇમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઇલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, EVM-VVPATની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ 23મીમે મોડી રાત્રે અથવા તો 24મીએ સવારે જાહેર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન