રિટેલ ફુગાવો ૧૭ માસની ઊંચાઇએ પહોંચી ૫.૨૧% થયો - Sandesh
NIFTY 10,382.95 +4.55  |  SENSEX 33,815.79 +41.13  |  USD 64.4925 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિટેલ ફુગાવો ૧૭ માસની ઊંચાઇએ પહોંચી ૫.૨૧% થયો

રિટેલ ફુગાવો ૧૭ માસની ઊંચાઇએ પહોંચી ૫.૨૧% થયો

 | 2:53 am IST

નવી દિલ્હી, તા.૧૨

અન્નના વધતા જતા ભાવને પરિણામે દેશનો રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ૧૭ મહિનાની ઊંચાઇએ (૫.૨૧ ટકા) પહોંચ્યો હતો. આથી રિજર્વ બેન્કના મધ્યમ મુદતના લક્ષ્યમાં સતત બીજા મહિને પીછેહઠ જોવા મળી હતી. આને પરિણામે આગામી થોડા મહિનાઓમાં રિઝર્વ બેન્ક ઉપર પોલિસી દર વધારવાનું દબાણ તીવ્ર બની શકે. ગ્રાહક ભાવ ફુગાવાના પગલા, કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ૨૦૧૭ના ડિસેમ્બરમાં વધીને ૫.૨ ટકા થયો હતો જે ૨૦૧૬ના ડિસેમ્બર કરતા વધુ હતો, એમ સ્ટેટેટિક્સ મંત્રાલયે આજે જણાવ્યું હતું.

એનાલિસ્ટોએ આ પહેલા આગાહી કરી હતી કે ડિસેમ્બરમાં ફુગાવાનો દર વધીને ૫.૧૦ ટકા થશે જે ૨૦૧૬ના જુલાઇ બાદ સૌથી વધુ છે . નવેમ્બરમાં ફુગાવો ૪.૮૮ ટકા હતો.

વાર્ષિક રિટેલ અન્ન ફુગાવો ડિસેમ્બરમાં વધીને ૪.૯૬ ટકા થયો હતો કે જે નવેમ્બરમાં ૪.૩૫ ટકા હતો.

રિઝર્વ બેન્કે ગયા મહિને પોલિસી દર છ ટકાએ જાળવી રાખ્યા હતા અને જણાવ્યું હતું કે ભાવનું દબાણ અને વૃદ્ધિ કઇ રીતે આકાર લે છે તેને આધારે તમામ શક્યતાઓ વિચારવામાં આવશે.

રિઝર્વ બેન્કે મધ્યમ મુદતના ફુગાવાનું લક્ષ્ય ૪ ટકા રાખ્યું હતુ અને માર્ચ સુધી ૪.૩થી ૪.૭ ટકા ફુગાવાનો અંદાજ મૂક્યો હતો પરંતુ અમુક એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે આ અંદાજ કરતા ફુગાવો વધી જઇ શકે.

રિઝર્વ બેન્કની આગામી પોલિસી સમીક્ષા બેઠક સાતમી ફેબ્રુઆરીએ મળશે. ઇન્ડિયા રેટિંગ્સના પ્રિન્સિપલ અર્થશાસ્ત્રી સુનિલ સિંહાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક પોતાની પોલીસીમાં ટૂંક સમયમાં ફેરફાર કરે એવી શક્યતા નથી.

હાલની સપાટીથી ફુગાવાનું દબાણ વધવાનું ચાલુ રહે તો તો જ રિઝર્વ બેન્ક પોતાની પોલિસીના વલણમાં ફેરફાર કરી શકે એવી ધારણા રાખી શકાય.

પહેલી ફેબ્રુઆરીએ છેલ્લં બજેટ રજૂ કરવા પૂર્વે ૨૦૧૯માં બીજી મુદત માટે વિજયની આશા હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ક્રૂડ તેલના વધતા જતા ભાવ સાથે વધતો ફુગાવો મસમોટી ચિંતાનો વિષય છે.

એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે બજેટમાં સરકારના ખર્ચના કોઇપણ તીવ્ર વધારાથી ફુગાવો વધશે અને આથી રિઝર્વ બેન્કે અપેક્ષા પહેલા દર વધારવા પડશે.

માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિ ૬.૫ ટકા થવાની ધારણા છે ત્યારે જૂનમાં ૧.૪૬ ટકાથી સતત વધી રહેલો ફુગાવો નીતિ ઘડવૈયાઓ માટે ચિંતાનો વિષય છે.

ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ ગુરૂવારે બેરલ દીઠ ૭૦ ડોલર સુધી પહોંચ્યા હતા જે ૨૦૧૪ બાદ સૌપ્રથમવાર આ સ્તરે જોવાયા છે. આ બાબત અત્યંત ચિંતાજનક છે કેમકે ભારત ૮૦ ટકા ક્રૂડ તેલની આયાત કરે છે.

ટેક્સમાં ઘટાડા છતાં દિલ્હીમાં જૂનમાં પેટ્રોલના રિટેલ ભાવમાં ૫.૬ ટકા અને ડીઝલના ભાવમાં ૯ ટકા વધારો થયો હતો.

દરમિયાન દ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બરમાં ૮.૪ ટકાનો ઉછાળો જોવાયો હતો કે જે ઓક્ટોબરમાં ૨.૨ ટકા હતું જ્યારે સીપીઆઇ (કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ) પાંચ ટકાથી વધ્યો હતો કે જે એક મહિના પૂર્વે ૪.૮૮ ટકા હતો.

;